અધ્યાય-૨ ][ ૧૫
ना दुर्वणों विकर्णो गतनयनयुगो वामनः कुब्जको वा
छिन्नघ्राणः कुशब्दो विकलकरयुतो वाग्विहीनोऽपि पंगुः ।
खंजो निःस्वोऽनधीतश्रुत इह बधिरः कुष्ठरोगादियुक्तः
श्लाध्यः चिद्रूपचिंतापरः इतरजनो नैव सुज्ञानवद्भिः ।।११।।
નર હોય કાળો, કર્ણહીન, કદ્રૂપ, નકટો, કુબ્જ વા,
કુશબ્દ, વામન, પંગુ, LંMો, અંધા, મૂંગો, ખંજ વા;
નિર્ધાન, અભણ, બહેરો, ભલે હો કોઢ, વ્યાધિાગ્રસ્ત વા,
ચિદ્રૂપચિંતન લીન તો તે શ્લાધય પ્રાજ્ઞે અન્ય ના. ૧૧
અર્થ : — આ લોકમાં કાળો, કાન વગરનો, આંધળો, ઠીંગણો,
ખૂંધો, નકટો, કર્કશ વાણીવાળો, ઠુંઠો, મૂંગો, લંગડો, પાંગળો, નિર્ધન,
અભણ, બહેરો કે કોઢાદિ રોગવાળો મનુષ્ય પણ જો ચિદ્રૂપના ચિંતનમાં
તત્પર હોય તો સમ્યગ્જ્ઞાનીઓ વડે તે પ્રશંસા પામે છે, બીજો કોઈ
મનુષ્ય પ્રશંસાપાત્ર થતો નથી. ૧૧.
रेणूनां कर्मणः संख्या प्राणिनो वेत्ति केवली ।
न वेद्मीति क्व यांत्येते शुद्धचिद्रूपचिंतने ।।१२।।
(ઝૂલણા)
જીવ કર્મો ઘાણાં ક્ષણ ક્ષણે સંગ્રહે,
સર્વ સર્વજ્ઞ-જ્ઞાને જણાયે;
શુદ્ધ ચિદ્રૂપનું સ્મરણ ક્ષણ ક્ષણ કર્યે,
સ્મરણથી કર્મ તો કાાંય જાયે. ૧૨.
અર્થ : — જીવના કર્મના પરમાણુઓની સંખ્યા કેવળજ્ઞાની જાણે
છે. એ કર્મ શુદ્ધ આત્મસ્વરૂપનું ચિંતન કરતાં, ક્યાં જતાં રહે છે, એ
હું જાણતો નથી. ૧૨.
तं चिद्रूपं निजात्मानं स्मर शुद्ध प्रतिक्षणं ।
यस्य स्मरणमात्रेण सद्यः कर्मक्षयो भवेत् ।।१३।।