૧૪ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
मेरुः कल्पतरुः सुवर्णममृतं चिंतामणिः केवलं
साम्यं तीर्थंकरो यथा सुरगवी चक्री सुरेन्द्रो महान् ।
भूभृद्भूरुहधातुपेयमणिधीवृत्ताप्तगोमानवा —
मर्त्येष्वेव तथा च चिंतनमिह ध्यानेषु शुद्धात्मनः ।।९।।
તરુ, ધાાતુ, પેય, ગિરિ, અમર, નર, ચરણ, મણિ ગૌ, જ્ઞાનમાં;
સુરતરુ, કનક, અમૃત, મેરુ, શક, ચક્રી, સામ્યતા;
ચિંતામણિ, સુરધોનુ, કેવલ, આપ્તમાં તીર્થંકરો,
ઉત્કૃષ્ટ જ્યમ, ત્યમ ધયાનમાં શુદ્ધાત્મચિંતન આદરો. ૯
અર્થ : — જેમ પર્વતોમાં મેરુ જ, વૃક્ષોમાં કલ્પવૃક્ષ જ, ધાતુઓમાં
સુવર્ણ જ, પીવા યોગ્ય પદાર્થોમાં અમૃત જ, રત્નોમાં ચિંતામણિરત્ન જ,
જ્ઞાનોમાં કેવળજ્ઞાન જ, ચારિત્રોમાં સમતાભાવ, આપ્તોમાં તીર્થંકર જ,
ગાયોમાં કામધેનુ જ, મનુષ્યોમાં ચક્રવર્તી જ અને દેવોમાં ઇન્દ્ર જ ઉત્તમ
છે. તેવી રીતે આ લોકમાં ધ્યાનોમાં શુદ્ધ આત્માનું ચિંતન ઉત્તમ છે. ૯.
निधानानां प्राप्तिर्न च सुरकुरुरुहां कामधेनोः सुधा –
याश्चिंतारत्नानामसुरसुरनराकाशगेर्शे दिराणां ।
खभोगानां भोगावनिभवनभुवां चाहमिंद्रादिलक्ष्म्या
न संतोषं कुर्यादिह जगति यथा शुद्धचिद्रूपलब्धिः ।।१०।।
જે કલ્પદ્રુમ કે કામધોનુ નિધાાનપ્રાપ્તિ કે સુધાા,
ચિંતામણિ સુર અસુર નર વિદ્યાધારેશ સુખો બધાાં;
ઐશ્વર્ય અહમિન્દ્રાદિનાં, સૌ ભોગ ભોગભૂમિ તણા,
સંતોષ આપે શુદ્ધચિદ્રૂપલબ્ધિા જેવો અન્ય ના. ૧૦.
અર્થ : — આ જગતમાં શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિથી જેવો સંતોષ થાય
છે તેવો સંતોષ ધનના ભંડારો, કલ્પવૃક્ષ, કામધેનુ, અમૃત, ચિંતામણિ
રત્ન, સુર-અસુર વિદ્યાધરોના ઇન્દ્રોની લક્ષ્મી, ભોગભૂમિમાં પ્રાપ્ત થતા
અને સ્વર્ગભૂમિમાં પ્રાપ્ત થતા ભોગો તથા અહમિન્દ્રાદિની લક્ષ્મીની
પ્રાપ્તિથી પણ સંતોષ થતો નથી. ૧૦.