અધ્યાય-૨ ][ ૧૩
અને ઉત્તર ઉત્તમ ગુણોનો સમૂહ, પાપનું છૂટવું, બાહ્ય અને અભ્યંતર
સર્વ સંગનો ત્યાગ, અંતરની વિશુદ્ધિ અને ઉપસર્ગના તરંગો સહન
કરવાની શક્તિ (પ્રગટ) થાય છે. ૬.
तीर्थेषूत्कृष्टतीर्थं श्रुतिजलधिभवं रत्नमादेयमुच्चैः
सौख्यानां वा निधानं शिवपदगमने वाहनं शीघ्रगामि ।
वात्यां कर्मोधरणो भववनदहने पावकं विद्धि शुद्ध —
चिद्रूपोहं विचारादिति वरमतिमन्नक्षराणां हि षटकं ।।७।।
‘હું શુદ્ધ ચિદ્રૂપ’ વર્ણ ષટ્, હે ! બુદ્ધિમાન વિચારજો,
ઉત્કૃષ્ટ તીરથ, રત્ન ઉત્તમ, શ્રુતસમુદ્રનું ધાારજો;
એ સર્વ – સૌખ્ય – નિધાાન વાહન શિવગમનનું શીઘા્ર હા !
સૌ કર્મરજને પવન સમ, ભવ-વન-દહન અગ્નિ મહા. ૭
અર્થ : — હે ઉત્તમ મતિમાન્! ‘હું શુદ્ધ ચિદ્રૂપ છું’ એ છ
અક્ષરોના વિચારથી તું જાણ કે તે જ તીર્થોમાં ઉત્કૃષ્ટ તીર્થ છે, શ્રુત
સાગરમાંથી નીકળેલું ઉત્તમ ગ્રહવા યોગ્ય રત્ન છે, સૌખ્યોનું નિધાન છે,
મોક્ષપદમાં લઈ જનાર ત્વરિત ગતિવાળું વાહન છે, કર્મસમૂહરૂપ ધૂળને
ઉડાડી મૂકવા માટે વાયુનો વંટોળ છે, સંસારવનને બાળવા માટે અગ્નિ
છે. ૭.
क्व यांति कार्याणि शुभाशुभानि क्व यांति संगाश्चिदचित्स्वरूपाः ।
क्व यांति रागादय एव शुद्ध चिद्रूपकोहंस्मरणे न विद्मः ।।८।।
ચેતન અચેતન સંગ સૌ, કાર્યો શુભાશુભ જાય કાાં ?
ન જણાય ચિદ્રૂપસ્મરણથી રાગાદિ ભાગી જાય કાાં ? ૮
અર્થ : — ‘હું ચિદ્રૂપ છું’ એમ સ્મરણ કરતાં શુભ અને અશુભ
કર્મો, ચેતન અને અચેતન સંગો (પરિગ્રહો), અને રાગાદિ ક્યાં જતા
રહે છે, તે અમે જાણતા નથી. ૮.