અધયાય ત્રીજો
[ શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિના ઉપાય ]
जिनेशस्य स्नानात् स्तुतियजनजपान्मंदिरार्चाविधाना-
च्चतुर्धा दानाद्वाध्ययनखजयतो ध्यानतः संयमाच्च ।
व्रताच्छीलात्तीर्थादिकगमनविधेः क्षांतिमुख्यप्रधर्मात्
क्रमाच्चिद्रूपाप्तिर्भवति जगति ये वांछकास्तस्य तेषां ।।१।।
(વસંતતિલકા)
ભાવે જિનેન્દ્ર જય સ્નાત્ર સ્તુતિ પૂજાને,
મંદિર – અર્ચન – વિધાાન સુપાત્ર દાને;
શાસ્ત્રાદિ, અધયયન, સંયમ, શીલ, ધયાને,
અત્યંત આદર કરે ભવિ તીર્થસ્થાને;
£ન્દ્રિયનો વિજયને વ્રત – વર્તનાથી,
ક્ષાંતિ પ્રમુખ દશ ધાર્મ સુસાધાનાથી;
ચિદ્રૂપ પ્રાપ્તિ જગમાં જીવ વાંછતા જે,
સેવી ઉપાય ક્રમથી પદ પામતા તે. ૧.
અર્થ : — જિનેન્દ્ર ભગવાનનો અભિષેક કરવાથી, સ્તુતિ, પૂજા,
જપ કરવાથી, મંદિર – પૂજાના વિધાનથી, ચાર પ્રકારના દાનથી અથવા
શાસ્ત્ર – અભ્યાસ અને ઇન્દ્રિયના જયથી, ધ્યાનથી અને સંયમથી, વ્રતથી,
શીલથી, તીર્થગમન આદિ વિધિથી, ક્ષમા આદિ ઉત્તમ ધર્મોથી ક્રમે કરીને
ચિદ્રૂપની પ્રાપ્તિ, જગતમાં જેઓ તેના વાંછક છે; તેમને થાય છે. ૧.
देवं श्रुतं गुरुं तीर्थं भदंतं च तदाकृतिं ।
शुद्धचिद्रूपसद्ध्यानहेतुत्वाद् भजते सुधीः ।।२।।