૩૦ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
ચિદ્રૂપ કેવલ શુદ્ધ હું આનંદધાામ સદા સ્મરું,
શ્લોકાર્ધાથી સર્વજ્ઞ ભાષિત બોધા મોક્ષાર્થ ધારું. ૨૧ – ૨૨
અર્થ : — શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિ માટે અહીં જે કંઈ પણ કારણરૂપ
હોય તે મને – હું તેનો જ અભિલાષી હોવાથી – પ્રિય છે અને અન્ય પ્રિય
નથી.
હું ચૈતન્યસ્વરૂપ, એકલો, નિર્મળ, આનંદસ્વરૂપ છું, એમ સ્મરણ
કરું છું. અર્ધ શ્લોકમાં આ મુક્તિ માટેનો સર્વજ્ઞનો ઉપદેશ કહેલો
છે. ૨૧ – ૨૨.
बहिश्चितः पुरः शुद्धचिद्रूपाख्यानकं वृथा ।
अंधस्य नर्त्तनं गानं बधिरस्य यथा भुवि ।।२३।।
अंतश्चितः पुरः शुद्धचिद्रूपाख्यानकं हितं ।
बुभुक्षिते पिपासार्त्तेऽन्नं जलं योजितं यथा ।।२४।।
જ્યમ અંધા આગળ નૃત્ય કે ગીત બધિાર આગળ વ્યર્થ છે,
ત્યમ શુદ્ધ ચિદ્રૂપનું કથન બહિરાત્મ આગળ વ્યર્થ છે;
ભૂખ્યા કને જ્યમ અન્ન કે તરસ્યા કને જળ હિત કરે,
ત્યમ અંતરાત્મા સમીપ ચિદ્રૂપ-કથન હિતકર છે ખરે. ૨૩-૨૪
અર્થ : — જેમ લોકમાં આંધળાની આગળ નાચ અને બહેરાની
આગળ ગાન નકામા છે, તેમ અજ્ઞાની પાસે શુદ્ધ આત્મસ્વરૂપનું
વ્યાખ્યાન નિરર્થક છે. ૨૩.
જેમ ભૂખ્યા પાસે મૂકેલું અન્ન, તરસથી પીડાતા પાસે જળ,
હિતરૂપ થાય છે; તેવી રીતે અંતરાત્માની પાસે શુદ્ધ ચિદ્રૂપનું વ્યાખ્યાન
સફળ થાય છે. ૨૪.
उपाया बहवः संति शुद्धचिद्रूपलब्धये ।
तद्ध्यानेन समो नाभूदुपायो न भविष्यति ।।२५।।