અધ્યાય-૩ ][ ૨૯
અર્થ : — અહીં, વાણીથી, શરીરથી, ચિત્તથી શુદ્ધ ચિદ્રૂપ હું છું એમ
ઉચ્ચારુ, અનુભવું, સ્મરણ કરું; એમ ત્રણ પ્રકારે હમેશાં ભજું. ૧૭.
સમ્યગ્જ્ઞાની શુદ્ધ ચિદ્રૂપના સદ્ધ્યાનમાં કારણભૂત કોઈ પણ
ક્રિયાને પ્રથમ ભજે, પરંતુ તે ધ્યાનની સિદ્ધિ થતાં ક્રિયાને તજી દે. ૧૮.
अंगस्यावयवैरंगमंगुल्याद्यैः परामृशेत् ।
मत्याद्यैः शुद्धचिद्रूपावयवैस्तं तथा स्मरेत् ।।१९।।
ज्ञेये दृश्ये यथा स्वे स्वे चित्तं ज्ञातरि दृष्टरि ।
दद्याच्चेन्ना तथा विंदेत्परं ज्ञानं च दर्शनं ।।२०।।
જ્યમ શરીર – અવયવ અંગુલિ આદિથી તન લક્ષાય છે,
ચિદ્ – અંગ મત્યાદિ સુજ્ઞાને સ્વરુપ સ્મૃતિ પમાય છે;
પર જ્ઞેય – દ્રશ્યે જન દિયે મન તેમ જો સ્વરુપે દીએ,
જ્ઞાતા તથા દ્રષ્ટા વિષે તો જ્ઞાન દર્શન વર લીએ. ૧૯-૨૦
અર્થ : — શરીરના આંગળી આદિ અવયવો વડે શરીરનું અનુમાન
થાય છે અને પછી સ્પર્શાય છે, તેમ શુદ્ધ ચિદ્રૂપના અવયવો મતિજ્ઞાન
આદિ વડે તે શુદ્ધ ચિદ્રૂપને સ્મરવું, ધ્યાવું જોઈએ. ૧૯.
જેમ મનુષ્ય પોતાના જ્ઞેય અને દ્રશ્યમાં ચિત્તને જોડે છે તેમ જો
તે જ્ઞાતાદ્રષ્ટા એવા સ્વમાં ચિત્ત જોડે, તો તે ઉત્કૃષ્ટ જ્ઞાન અને દર્શનની
પ્રાપ્તિ કરે છે. ૨૦.
उपायभूतमेवात्र शुद्धचिद्रूपलब्धये ।
यत् किंचित्तत् प्रियं मेऽस्ति तदर्थित्वान्न चापरं ।।२१।।
चिद्रूपः केवलः शुद्ध आनंदात्मेत्यहं स्मरे ।
मुक्त्यै सर्वज्ञोपदेशः श्लोकार्द्धेन निरूपितः ।।२२।।
હું શુદ્ધ ચિદ્રૂપ અર્થી, સદુપાયો બધાા તે તે ચહું,
છે તે જ પ્રિય મુજને ઘાણા, તેથી અવર કદી ના ચહું;