૨૮ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
છે, તેવી રીતે જ્યાં સુધી જીવને નિજ આત્મિક સુખની પ્રાપ્તિ થતી નથી
ત્યાં સુધી જીવ ઇન્દ્રિયજનિત સુખ તરફ ભટકે છે. ૧૫.
केचिद् राजादिवार्तां विषयरतिकलाकीर्तिरैप्राप्तिचिंतां
संतानोद्भूत्युपायं पशुनगविगवां पालवं चान्ससेवां ।
स्वापक्रीडौषधादीन् सुरनरमनसां रंजनं देहपोषं
कुर्वंतोऽस्यंति कालं जगति च विरलाः स्वस्वरूपोपलब्धिं ।।१६।।
રાજાદિની વિકથા વિષે £ન્દ્રિયરતિ કીર્તિ કલા,
ધાન તનય £ચ્છા, અન્ય સેવા, પશુ વૃક્ષ પક્ષીની લલા;
ઔષધા શયન ક્રીMા શરીર – પોષણ મનુજ સુર રંજને,
સૌ વ્યર્થ કાલ વીતાવતા, વિરલા જ ચિદ્રૂપ ચિંતને. ૧૬.
અર્થ : — જગતમાં કેટલાક જીવો રાજાદિની વાર્તા, વિષયભોગ,
સ્ત્રીરતિ, કલા, કીર્તિ અને ધનપ્રાપ્તિની ચિંતા, સંતાનની ઉત્પત્તિના ઉપાય,
પશુ, વૃક્ષ, પક્ષી, ગાય, બળદના પાલન અને અન્યની સેવા, નિદ્રા, ક્રીડા,
ઔષધ આદિ સુર અને નરોના મનને રંજન, દેહનું પોષણ કરતાં થકાં
કાળને ગુમાવી દે છે અને અતિ અલ્પ જીવો સ્વસ્વરૂપની પ્રાપ્તિ કરવામાં
કાળ વીતાવે છે. ૧૬.
वाचांगेन हृदा शुद्धचिद्रूपोहमिति ब्रुवे ।
सर्वदानुभवामीह स्मरामीति त्रिधा भजे ।।१७।।
शुद्धचिद्रूपसद्ध्यानहेतुभूतां क्रियां भजेत् ।
सुधीः कांचिच्च पूर्वं तद्ध्याने सिद्धे तु तां त्यजेत् ।।१८।।
(માલિની)
તન મન વચને હું, શુદ્ધ ચિદ્રૂપ સેવું,
અનુભવું સ્મરું ગા. ભકિતથી નિત્ય ધયાવું;
સહજ સ્વરુપધયાને કાર્યકારી ક્રિયા જે,
વિમલ-મતિ ભજે સૌ ધયાન સિદ્ધે તજે તે. ૧૭-૧૮