અધ્યાય-૩ ][ ૨૭
सर्वोत्तमेंद्रियसुखस्मरणेऽतिकष्टं
यस्योद्धचेतसि स तत्त्वविदां वरिष्ठः ।।१४।।
ચક્રી £ન્દ્રસભા વિરાજિત અહા ! દેખી દયા આવતી,
રાણી કે શચિ સુંદરાંગી રતિશી, જોતાં ઘાૃણા જાગતી;
સર્વોત્કૃષ્ટ સુખો સ્મર્યે વિષયનાં આપે સ્મૃતિ દુઃખની,
ચિત્તે એ પ્રગટાો વિવેક નર તે તત્ત્વજ્ઞ શિરોમણિ. ૧૪.
અર્થ : — જેમના ઉચ્ચ ચિત્તમાં, સભામાં વિરાજિત ચક્રવર્તી કે
ઇન્દ્રની ઉપર દયા આવે, રતિ સમાનરૂપ અને અતિશય ગુણયુક્ત તેમની
સ્ત્રીઓ, ચક્રવર્તીની પટરાણી તથા ઇન્દ્રની ઇન્દ્રાણીની ઉપર અણગમો
આવે તથા સર્વોત્તમ ઇન્દ્રિય સુખના સ્મરણથી અત્યંત કષ્ટ થાય, તે
તત્ત્વજ્ઞાનીઓમાં સર્વોત્તમ છે. ૧૪.
रम्यं वल्कलपर्णमंदिरकरीरं कांजिकं रामठं
लोहं ग्रावनिषादकुश्रुतमटेद् यावन्न यात्यंबरं ।
सौधं कल्पतरुं सुधां च तुहिनं स्वर्णं मणिं पंचमं
जैनीवाचमहो तथेंद्रियभवं सौख्यं निजात्मोद्भवं ।।१५।।
(હરિગીત)
દિવ્ય વસ્ત્રો મહેલ સુરતરુ કે સુધાા કંચન મણિ,
જિનેન્દ્રવાણી આત્મસુખને જ્યાં સુધાી પામ્યા નથી;
ત્યાં સુધાી વલ્કલ પર્ણકુટી કરીર કાંજી લોહને,
પથ્થર કુશ્રુતિ વિષયસુખ અતિ રમ્ય લાગે લોકને. ૧૫.
અર્થ : — જેમ, જ્યાં સુધી જીવને દિવ્ય વસ્ત્ર, મહેલ, કલ્પતરુ,
અમૃત, કપૂર, સુવર્ણ, મણિરત્ન, કોયલનો સ્વર અને જિનેન્દ્રની
દિવ્યવાણી પ્રાપ્ત થતી નથી; ત્યાં સુધી આશ્ચર્યની વાત છે કે તે વલ્કલને
(ઝાડની છાલના વસ્ત્રો), ઘાસપર્ણની ઝુંપડી, કેરડા, રાખ, હિંગ, લોઢું,
પથ્થર, હાથીનો કર્કશ સ્વર અને કુશાસ્ત્રને રમ્ય માનીને તેને માટે ભટકે