Tattvagyan Tarangini (Gujarati).

< Previous Page   Next Page >


Page 26 of 153
PDF/HTML Page 34 of 161

 

background image
૨૬ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
तत्तस्य गतचिंता निर्जनताऽऽसन्न भव्यता
भेदज्ञानं परस्मिन्निर्ममता ध्यानहेतवः ।।१२।।
ચિંતા અભાવ વળી નિર્જનવાસ ભાવે,
આસન્નભવ્યપણું, ભેદ વિબોધા પાવે;
દેહાદિ સર્વ પરમાંથી મમત્વ જાયે,
એ ધયાન હેતુ નરરત્ન વિષે સુહાયે. ૧૨.
અર્થ :તેથી ચિંતાનો અભાવ, એકાંતવાસ, સમીપ
મુક્તિગામીપણું, ભેદવિજ્ઞાન, પરમાં નિર્મમતા, તેના ધ્યાનના હેતુઓ
છે. ૧૨.
नृस्त्रीतिर्यग्सुराणां स्थितिगतिवचनं नृत्यगानं शुचादि
क्रीड़ाक्रोधादि मौनं भयहसनजरारोदनस्वापशूकाः
व्यापाराकाररोगं नुतिनतिकदनं दीनतादुःखशंकाः
श्रृंगारादीन् प्रपश्यन्नमिह भवे नाटकं मन्यते ज्ञः
।।१३।।
(શાર્દૂલવિક્રીડિત)
સંસારે નર નારી દેવ પશુનાં, સ્થિતિ ગતિ ગાનને,
વાણી નૃત્ય ક્રીMા પીMા રુદનને ક્રોધાાદિને મૌનને;
આકૃતિ સ્તુતિ સૌ પ્રવૃત્તિ ભીતિને વ્યાધિા જરા દુઃખને,
જોતા નાટક માનિ જ્ઞાની સમ તે શૃંગાર કે શોકને. ૧૩.
અર્થ :આ સંસારમાં મનુષ્ય, સ્ત્રી, પશુ અને દેવોની સ્થિતિ,
ગતિ, વચનને, નૃત્યને, ગીતને, શોક આદિને, ક્રીડાને, ક્રોધને, મૌનને,
ભય, હાસ્ય, જરા, રુદન, નિદ્રા તથા જુગુપ્સાને, વ્યાપાર, આકૃતિ,
રોગને, સ્તુતિ, પ્રણામ, પીડાને, દીનતા, દુઃખ, શંકાને, ભોજનને,
શૃંગારાદિને વાસ્તવિક રૂપે જોતાં જ્ઞાની નાટક માને છે. ૧૩.
चक्रींद्रयोः सदसि संस्थितयोः कृपा स्या-
त्तद्भार्ययोरतिगुणान्वितयोर्घृणा च