અધ્યાય-૩ ][ ૨૫
दूरभव्यस्य नो शुद्धचिद्रूपध्यानसंरुचिः
यथाऽजीर्णविकारस्य न भवेदन्नसंरुचिः ।।९।।
શુદ્ધાત્મનું અભવિને નહિ ધયાન હોવે,
વંધયા યથા સુત નહ{, ખર શ્રૃંગ પાવે;
શુદ્ધાત્મ-ધયાન રુચિ ના દૂરભવ્ય પામે,
થાયે અજીર્ણ રુચિ અન્નની ત્યાં વિરામે. ૮ – ૯.
અર્થ : — જેમ વંધ્યા સ્ત્રીમાં પુત્રની તથા ગધેડામાં શિંગડાની
ખરેખર ઉત્પત્તિ થતી નથી, તેમ અભવ્ય જીવમાં શુદ્ધ ચિદ્રૂપના ધ્યાનની
ઉત્પત્તિ થતી નથી. ૮.
જેવી રીતે અજીર્ણના રોગીને ભોજન લેવાની સાચી રુચિ થતી
નથી, તેવી રીતે દૂરભવ્યમાં (જેનો મોક્ષ નિકટ નથી તેવા જીવમાં) શુદ્ધ
આત્મસ્વરૂપના ધ્યાનમાં યથાર્થ રુચિ થતી નથી. ૯.
भेदज्ञानं विना शुद्धचिद्रूपज्ञानसंभवः ।
भवेन्नैव यथा पुत्रसंभूतिर्जनकं विना ।।१०।।
कर्मांगाखिलसंगे, निर्ममतामातरं विना ।
शुद्धचिद्रूपसद्ध्यानपुत्रसूतिर्न जायते ।।११।।
સંતાન સંભવ નહ{ જ્યમ વિણ તાત,
ના ભેદજ્ઞાન વિણ શુદ્ધ સ્વરુપ જ્ઞાત;
સૌ સંગ – કર્મ – તન – નિર્મમતા જનેતા,
શુદ્ધાત્મધયાન – સુત – સંભવ તે વિના ના. ૧૦ – ૧૧
અર્થ : — જેમ પિતા વિના પુત્રનો જન્મ થાય જ નહિ, તેમ
ભેદજ્ઞાન વિના શુદ્ધ ચિદ્રૂપના જ્ઞાનનો સંભવ થાય જ નહિ. ૧૦.
કર્મ, શરીર અને સમસ્ત સંગમાં, નિર્મમતારૂપ માતા વિના શુદ્ધ
ચિદ્રૂપના સદ્ધ્યાનરૂપ પુત્રનો જન્મ થતો નથી. ૧૧.