૨૪ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચારને બળપૂર્વક તજી દે અને હિતરૂપ દ્રવ્યાદિ
ચારને પ્રયત્નપૂર્વક અવલંબે. ૪.
संगं विमुच्य विजने वसंति गिरिगह्वरे ।
शुद्धचिद्रूपसंप्राप्त्यै ज्ञानिनोऽन्यत्र निःस्पृहाः ।।५।।
જ્ઞાનીજનો પર વિષે, અતિ નિઃસ્પૃહી જે,
પ્રાપ્તિ સદા વિમલ ચિદ્રૂપની ચહી તે;
સૌ સંગ આuાવ મહા ગણીને તજે એ,
એકાંતવાસ ગિરિગ¯રને ભજે એ. ૫.
અર્થ : — જ્ઞાનીજનો પરભાવોમાં નિસ્પૃહ થઈને શુદ્ધ ચિદ્રૂપની
સંપ્રાપ્તિ માટે, સંગનો ત્યાગ કરીને, એકાંત ગિરિગુફામાં વસે છે. ૫.
स्वल्पकार्यकृतौ चिंता महावज्रायते ध्रुवं ।
मुनीनां शुद्धचिद्रूपध्यानपर्वत भंजने ।।६।।
शुद्धचिद्रूपसद्धयानभानुरत्यंतनिर्मलः ।
जनसंगतिसंजातविकल्पाब्दैस्तिरोभवेत् ।।७।।
ચિંતા જરાય પર કાર્યની વ» ભારે,
ચિદ્રૂપ ધયાન ગિરિ એ મુનિનો વિદારે;
ચિદ્રૂપ ધયાન રવિ નિર્મળ તે છવાયે,
વિકલ્પ મેઘા જનસંગતિજન્ય આવ્યે. ૬ – ૭.
અર્થ : — મુનિઓને શુદ્ધ ચિદ્રૂપના ધ્યાનરૂપ પર્વત તોડવાને માટે
અલ્પ કાર્ય અંગે કરેલી ચિંતા નિશ્ચયથી મહાન વજ્ર જેવી બને છે. ૬.
મનુષ્યોના સંગથી ઉત્પન્ન થતા વિકલ્પરૂપ વાદળો વડે, અત્યંત
નિર્મળ, શુદ્ધ આત્મધ્યાનરૂપ સૂર્ય ઢંકાઈ જાય છે. ૭.
अभव्ये शुद्धचिद्रूपध्यानस्य नोद्भवो भवेत् ।
वंध्यायां किल पुत्रस्य विषाणस्य खरे यथा ।।८।।