અધયાય ૪ થો
[શુદ્ધ ચિદ્રૂપના માર્ગની સુગમતા]
न क्लेशो न धनव्ययो न गमनं देशांतरे प्रार्थना
केषांचिन्न बलक्षयो न न भयं पीडा परस्यापि न ।
सावद्यं न न रोग जन्मपतनं नैवान्यसेवा न हि
चिद्रूपस्मरणे फलं बहु कथं तन्नाद्रियंते बुधाः ।।१।।
(વસંતતિલકા)
ચિદ્રૂપના સ્મરણમાં ફળ છે ઘાણેરું,
ના દુઃખ દ્રવ્યવ્યય વ્યાધિા વિદેશ કેરું;
જન્માદિ ભીતિ પરસેવ પ્રયાચના ના,
ના પાપ તાપ બુધા ! આદર કાં ધારો ના ? ૧.
અર્થ : — ચિદ્રૂપના સ્મરણમાં ક્લેશ નથી, ધન ખરચવું પડતું
નથી, પરદેશમાં જવું પડતું નથી, કોઈની પાસે યાચના કરવી પડતી નથી,
બળનો ક્ષય થતો નથી, ભય થતો નથી શત્રુ તરફથી પીડા થતી નથી,
પાપ લાગતું નથી, રોગ, જન્મ કે મરણ થતાં નથી, બીજાઓની સેવા
પણ કરવી પડતી જ નથી. (અને) ફળ ઘણું છે (તો) હે વિદ્વજ્જનો!
તમે તેમાં કેમ આદર ઉત્સાહ ધરતા નથી? ૧.
दुर्गमा भोगभूः स्वर्गभूमिर्विद्याधरावनिः ।
नागलोकधरा चातिसुगमा शुद्धचिद्धरा ।।२।।
રે ! પ્રાપ્તિ ભોગભૂમિની, સુરલોક કેરી,
વિદ્યાધારો તણી ભૂમિ, ભૂમિ નાગ કેરી.
છે એ નહ{ સુગમ તો, જરી જો વિચારો,
ચિદ્રૂપ પ્રાપ્તિ સુગમ તેથી સ્વકાર્ય સારો. ૨