અધ્યાય-૪ ][ ૩૩
અર્થ : — ભોગભૂમિ, સ્વર્ગલોક, વિદ્યાધરોની ભૂમિ, નાગલોકની
પૃથ્વી પ્રાપ્ત થવી મુશ્કેલ છે. શુદ્ધ ચૈતન્યરૂપ ભૂમિ (દશા) અત્યંત સુગમ
છે. ૨.
तत्साधने सुखं ज्ञानं मोचनं जायते समं ।
निराकुलत्वमभयं सुगमा तेम हेतुना ।।३।।
તે આત્મ સાધાન કર્યે સુખ જ્ઞાન થાયે,
તે સાથ મુકિત અહિંયાં જ અનુભવાયે;
આકુલતા રહિત એ સહજાત્મ પ્રાપ્તિ,
તેથી ગણી સુગમ તે, રહી જ્યાં ન ભીતિ. ૩.
અર્થ : — તેના સાધનમાં સુખ, જ્ઞાન, કર્મથી મુક્તિ, નિરાકુળતા,
નિર્ભયતા એક સાથે ઉત્પન્ન થાય છે, તે કારણથી શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિ
સુગમ છે. ૩.
अन्नाश्मागुरुनागफे नसदृशं स्पर्शेन तस्यांशतः
कौमाराम्रकसीसवारिसदृशं स्वादेन सर्वं वरं ।
गंधेनैव घृतादि वस्त्रसदृशं दृष्टया च शब्देन च
कर्कंर्यादि च मानसेन च यथा शास्त्रादि निश्चीयते ।।४।।
स्मृत्या दृष्टनगाब्धिभूरुहपुरीतिर्यंग्नराणां तथा
सिद्धांतोक्तसुराचलहृदनदीद्वीपादिलोकस्थितेः ।
खार्थानां कृतपूर्वंकार्यविततेः कालत्रयाणामपि
स्वात्मा केवलचिन्मयोंऽशकलनात् सर्वोऽस्य निश्चीयते ।।५।। युग्मं।।
પાષાણ આદિ પરખો જ્યમ અંશ સ્પર્શે,
આમ્રાદિ સારી ગણીએ જ્યમ સ્વાદ અંશે.
વસ્ત્રાદિ દ્રષ્ટિથી, ઘાૃતાદિ જણાય ગંધો,
શાસ્ત્રાદિ નિશ્ચય મને, ગીત ઘાંટ શબ્દે. ૪.