૩૪ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
પૂર્વે દીLેલ ત્યમ વારિધિા વૃક્ષને જે,
કે ગ્રામ માનવ પશુ સઘાળાં સ્મરે છે;
શાસ્ત્રોથી સાંભળી નદી Òદ મેરુ સર્વે,
દ્વીપાદિ લોકસ્થિતિ જે સ્મૃતિમાં ધારે છે;
£ન્દ્રિયના વિષય કાર્ય કરેલ પૂર્વે,
જેને ત્રિકાળ ઉરમાં વળી યાદ આવે;
અંશે અનુભવી સ્મૃતિ થકી તે કળાયે,
સંપૂર્ણ ચિન્મય નિજાત્મ પ્રતીત થાયે. ૫.
અર્થ : — જેમ અન્ન, પથ્થર, અર્ગ, અફીણ અને તેવા બીજા
પદાર્થોને તે દરેકના આંશિક સ્પર્શથી તે દરેક સંપૂર્ણપણે ઓળખાય છે.
કેરી, કસીસ, જળ જેવા પદાર્થોને દરેકના સ્વાદથી (ચાખવાથી) સંપૂર્ણપણે
ઓળખી શકાય છે. ઘી વગેરે પદાર્થોને ગંધ વડે જ, વસ્ત્ર જેવા પદાર્થોને
દ્રષ્ટિ વડે (જોવાથી) અને ઝાલર, ઘંટ, ગીત આદિને શબ્દ સાંભળવાથી
ઓળખી શકાય છે તથા શાસ્ત્રાદિનો મન વડે નિશ્ચય થાય છે, વળી પૂર્વે
જોયેલા પર્વત, સમુદ્ર, વૃક્ષ, નગર, પશુ અને મનુષ્યોની સિદ્ધાંત
(શાસ્ત્ર)માં કહેલા મેરુ, સરોવર, નદી, દ્વીપ આદિ લોકસ્થિતિની,
ઇન્દ્રિયોના વિષયોની, પૂર્વે કરેલા કાર્યોની પરંપરાની ત્રણે કાળ સંબંધી
ઓળખાણ (નિશ્ચય) થઈ શકે છે; તેવી જ રીતે શુદ્ધ ચિદ્રૂપની સ્મૃતિ વડે,
અંશે અનુભવથી તેનું સંપૂર્ણપણું જે પોતાનો આત્મા-કેવળ જ્ઞાનમય છે,
તેનો નિશ્ચય કરાય છે. ૪
– ૫.
द्रव्यं क्षेत्रं च कालं च भावमिच्छेत् सुधीः शुभं ।
शुद्धचिद्रूपसंप्राप्ति हेतुभूतं निरंतरं ।।६।।
न द्रव्येन न कालेन न क्षेत्रेण प्रयोजनं ।
के नचिन्नैव भावेन लब्धे शुद्धचिदात्मके ।।७।।
તો દ્રવ્યક્ષેત્ર શુભ કાળ સ્વભાવ સર્વે,
ચિદ્રૂપ પ્રાપ્તિ સદુપાય સદાય સેવે;