અધ્યાય-૪ ][ ૩૫
તે બુદ્ધિમાન સહજાત્મસ્વરુપ પામ્યે,
દ્રવ્યાદિનું પછી નહિ કંઇ કામ નામે. ૬ – ૭.
અર્થ : — સમ્યગ્જ્ઞાની શુદ્ધ આત્મદશાની અખંડ પ્રાપ્તિના
કારણરૂપ શુભ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને નિરંતર ઇચ્છે. ૬
શુદ્ધ ચૈતન્ય આત્મદશા પામ્યા પછી દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને
ભાવથી (કાંઈ) પ્રયોજન નથી જ. ૭.
परमात्मा परंब्रह्म चिदात्मा सर्वदृक् शिवः ।
नामानीमान्यहो शुद्धचिद्रूपस्यैव केवलं ।।८।।
(ઝૂલણા)
સર્વ દ્રષ્ટા પરબ્રÙ પરમાતમા,
તે ચિદાત્મા પ્રભુ શિવ કહાયે;
શુદ્ધ ચિદ્રૂપ કેવલ અહા ! જાણીએ,
નામ તેનાં જ સૌ એ ગણાયે. ૮.
અર્થ : — પરમાત્મા, પરંબ્રહ્મ, ચિદાત્મા, સર્વદ્રષ્ટા, કલ્યાણસ્વરૂપ,
આ (બધા) નામો ખરેખર ફક્ત શુદ્ધ ચિદ્રૂપનાં જ છે. ૮.
मध्ये श्रुताब्धेः परमात्मनाम — रत्नव्रजं वीक्ष्य मया गृहीतं ।
सर्वोत्तमत्वादिदमेव शुद्धचिद्रूपनामातिमहार्घ्यरत्नं ।।९।।
નામ પરમાત્મનાં, સમૂહ રત્નો તણો,
શાસ્ત્ર રત્નાકરે શોભતો હા !
શુદ્ધ ચિદ્રૂપ ઉત્તમ મહામૂલ્ય ત્યાં,
ભાળીને મx ગ્રıાãં રત્ન તો આ. ૯.
અર્થ : — વીતરાગ પ્રવચનરૂપ સમુદ્રની મધ્યમાં પરમાત્માના
નામરૂપ રત્નનો સમૂહ જોઈને જે માત્ર આ શુદ્ધ ચિદ્રૂપ નામનું
મહામૂલ્યવાન રત્ન સર્વોત્તમ હોવાથી મેં તેનું ગ્રહણ કર્યું છે. ૯