૩૬ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
नाहं किंचिन्न मे किंचिद् शुद्धचिद्रूपकं विना ।
तस्मादन्यत्र मे चिंता वृथा तत्र लयं भजे ।।१०।।
શુદ્ધ ચિદ્રૂપ વિણ અન્ય તે હું નહ{,
તે વિના અન્ય કંઇ મારું નાંહી;
તેથી અન્યત્ર ચિંતા બધાી વ્યર્થ ત્યાં,
થા. તલ્લીન ચિદ્રૂપમાંહી. ૧૦.
અર્થ : — શુદ્ધ ચિદ્રૂપ વિના કાંઈ પણ હું નથી, કંઈ પણ મારું
નથી, તેના સિવાય બીજે મારી ચિંતા નકામી છે; તેથી હું તેમાં લય
પામવાનો પ્રયત્ન કરું છું. ૧૦.
अनुभूय मया ज्ञातं सर्व जानाति पश्यति ।
अयमात्मा यदा कर्मप्रतिसीरा न विद्यते ।।११।।
કર્મ વાદળ વિષે આત્મરવિ જ્યાં છૂપ્યો,
જ્ઞાન દર્શન દ્યુતિ અલ્પ ભાસે;
અનુભવે જાણ્યું મx, કર્મ પMદો ખસ્યે,
પૂર્ણ તે જ્ઞાન દર્શન પ્રકાશે. ૧૧.
અર્થ : — જ્યારે કર્મરૂપ પડદો નથી હોતો ત્યારે આ આત્મા
સર્વને જાણે છે અને દેખે છે, એમ મેં અનુભવ કરીને જાણ્યું છે. ૧૧.
विकल्पजालजंबालान्निर्गतोऽयं सदा सुखी ।
आत्मा तत्र स्थितो दुःखीत्यनुभूय प्रतीयतां ।।१२।।
अनुभूत्या मया बुद्धमयमात्मा महाबली ।
लोकालोकं यतः सर्वमंतर्नयति केवलः ।।१३।।
કલ્પના જાલ સેવાલમાંથી યદિ,
આત્મરુપ આ વિભુ ઉપર આવે;
તો સદા તે સુખી, તે વિના ત્યાં દુઃખી,
અનુભવે સુજ્ઞ સૌ પ્રતીત પાવે.