Tattvagyan Tarangini (Gujarati).

< Previous Page   Next Page >


Page 37 of 153
PDF/HTML Page 45 of 161

 

background image
અધ્યાય-૪ ][ ૩૭
અનુભવે જાણ્યું મx આ ચિદાત્મા અહો !
શું અનુપમ મહા શકિતધાારી !
લોક ને સૌ અલોકાદિ સર્વસ્વને,
જાણી નિજમાં શમે, જ્ઞાનભારી ! ૧૨૧૩.
અર્થ :વિકલ્પોની જાળરૂપ સેવાળમાંથી બહાર નીકળેલો આ
આત્મા સદા સુખી (છે) અને ત્યાં રહેલો દુઃખી છે, એમ અનુભવીને
નિશ્ચય કરો.
મેં અનુભવથી જાણ્યું છે કે આ આત્મા મહાન શક્તિશાળી છે,
કારણ કે પોતે એકલો જ, સર્વ લોક-અલોકને અંતરમાં (જ્ઞાનમાં) સમાવી
દે છે. ૧૨
૧૩.
स्मृतिमेति यतो नादौ पश्चादायाति किंचिन
कर्मोदयविशेषोऽयं ज्ञायते हि चिदात्मनः ।।१४।।
विस्फु रेन्मानसे पूर्वं पश्चान्नायाति चेतसि
किंचिद्वस्तु विशेषोऽयं कर्मणः किं न बुध्यते ।।१५।।
પ્રથમ સ્મરતાં સ્મૃતિમાં ન આવે કંઇ,
જે ધાીમેથી પછી યાદ આવે;
કર્મનો ઉદય ત્યાં આ ચિદાત્મા તણો,
સ્પષ્ટ તે કોઇ પ્રકારે જણાયે;
પ્રથમ મનમાં સ્ફુરે સ્મરણ કંઇ વસ્તુનું,
પછીથી સંભારતાં સાંભરે ના;
એ જ કો કર્મનો ભેદ વિદ્વજ્જનો,
કેમ નિશ્ચય કરો અંતરે ના ? ૧૪૧૫.
અર્થ :કેમ કે પ્રથમ સ્મરણમાં આવતું નથી, પછીથી કંઈક
આવે છે, ખરેખર આ ચિદાત્માનો કર્મોદયનો પ્રકાર જણાય છે. ૧૪.
પહેલાં કંઈક વસ્તુ મનમાં યાદ આવે, પાછળથી ચિત્તમાં યાદ
આવે નહિ, આ કર્મની વિશેષતા કેમ ખ્યાલમાં આવતી નથી? ૧૫.