૩૮ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
सर्वेषामपि कार्याणां शुद्धचिद्रूपचिंतनं ।
सुखसाध्यं निजाधीनत्वादीहामुत्र सौख्यकृत् ।।१६।।
प्रोद्यन्मोहाद् थया लक्ष्म्यां कामिन्यां रमते च हृत् ।
तथा यदि स्वचिद्रूपे किं न मुक्तिः समीपगा ।।१७।।
સર્વ કાર્યો વિષે સાધય સુગમ દીસે,
શુદ્ધચિદ્રૂપ ચિંતન વિચારો.
અવર પરતંત્ર, સ્વાધાીન નિજ ધયાન તો,
લોક પરલોક સુખકર સ્વીકારો. ૧૬.
મોહ ઉદયે મહામત્ત હા ! ચિત્ત આ,
કામિની કનકમાં રકત નિત્યે;
તેમ જો ચિત્ત નિજ ચિદ્સ્વરુપમાં ધારો,
કેમ તો મુકિતના સમીપ વર્તે ! ૧૭.
અર્થ : — બધા કાર્યોમાં શુદ્ધ આત્મસ્વરૂપનું ચિંતન આ લોક અને
પરલોકમાં સુખ આપનાર, પોતને આધીન હોવાથી સરળતાથી સધાય તેવું
છે. ૧૬.
જેમ મોહથી મત્ત મન કંચન અને કામિનીમાં રમે છે, તેમ જો
પોતાના શુદ્ધ આત્મામાં રમે, તો શું મોક્ષ સમીપ ન આવે? ૧૭.
विमुच्य शुद्धचिद्रूपचिंतनं ये प्रमादिनः ।
अन्यत् कार्यं च कुर्वंति ते पिबंति सुधां विषं ।।१८।।
विषयानुभवे दुःखं व्याकुलत्वात् सतां भवेत् ।
निराकुलत्वतः शुद्धचिद्रूपानुभवे सुखं ।।१९।।
શુદ્ધ ચિદ્રૂપ ચિંતન તજી અન્ય જે,
કાર્ય કરવા પ્રમાદી પ્રવર્તે;
તે જનો પાન પીયૂષનું છોMીને,
વિષપાને અહો કેમ વર્તે ?