અધ્યાય-૪ ][ ૩૯
વિષયસુખ અનુભવે વ્યાકુલિત મન બને,
દુઃખ ત્યાં તેથી તત્ત્વજ્ઞ માને;
શુદ્ધ ચિદ્રૂપ અનુભવે સુખ મહા !
ત્યાં નિરાકુલતા નિત્ય માણે. ૧૮-૧૯.
અર્થ : — જે પ્રમાદીઓ શુદ્ધ ચિદ્રૂપનું ચિંતન છોડીને અન્ય કાર્ય
કરે છે, તેઓ અમૃત છોડીને વિષનું પાન કરે છે. ૧૮.
વિષયોના અનુભવમાં વ્યાકુળતા હોવાથી સંતોને દુઃખ થાય છે,
શુદ્ધ આત્માના અનુભવમાં નિરાકુળતા હોવાથી સુખ થાય છે. ૧૯.
रागद्वेषादिजं दुःखं शुद्धचिद्रूपचिंतनात् ।
याति तच्चिंतनं न स्याद् यतस्तद्गमनं विना ।।२०।।
आनन्दो जायतेत्यंतः शुद्धचिद्रूपचिंतने ।
निराकुलत्वरूपो हि सतां यत्तन्मयोऽस्त्यसौ ।।२१।।
રાગદ્વેષાદિથી ઉપજે દુઃખ જે,
શુદ્ધ ચિદ્રૂપ ચિંતનથી જાયે;
કેમ કે તે ગયા વિણ ચિંતન કદી,
શુદ્ધ ચિદ્રૂપનું ના પમાયે;
શુદ્ધ ચિદ્રૂપના ચિંતને સંતને,
કોઇ અત્યંત આનંદ આવે;
તે નિરાકુળતારુપ આનંદ છે,
એક તન્મયપણે ચિદ્ – સ્વભાવે. ૨૦-૨૧.
અર્થ : — રાગ-દ્વેષાદિથી ઉત્પન્ન થતું દુઃખ શુદ્ધ – આત્મસ્વરૂપના
ચિંતનથી દૂર થઈ જાય છે, કારણ કે તેના દૂર થયા વિના તેનું (ચિદ્રૂપનું)
ચિંતન થતું નથી.
ખરેખર સંતોને શુદ્ધ આત્માનું ચિંતન કરતાં નિરાકુળતારૂપ અત્યંત
આનંદ પ્રગટે છે, કારણ કે તે ચિદ્રૂપ આનંદમય છે. ૨૧.