Tattvagyan Tarangini (Gujarati).

< Previous Page   Next Page >


Page 40 of 153
PDF/HTML Page 48 of 161

 

background image
૪૦ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
तं स्मरन् लभते ना तमन्यदन्यच्च केवलं
याति यस्य पथा पांथस्तदेव लभते पुरं ।।२२।।
शुद्धचिद्रूपसंप्राप्तिर्दुर्गमा मोहतोंऽगिनां
तज्जयेऽत्यंत सुगमा क्रियाकांडविमोचनात् ।।२३।।
જે સ્મરે સ્વરુપ, તે જ પ્રાપ્તિ કરે,
અન્ય સ્મરણે જનો અન્ય પામે;
પથિક જે નગરનો માર્ગ લઇ સંચરે,
ત્યાં જ પહાxચે, નહ{ અન્ય ગ્રામે.
શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિ દુર્ગમ અહા !
મોહવશ પ્રાણીને સુગમ કાાંથી ?
મોહના વિજયથી, વિણ ક્રિયાકાંM પણ,
પ્રાપ્તિ તેની અતિ સુગમતાથી. ૨૨૨૩.
અર્થ :મનુષ્ય તેનું સ્મરણ કરતાં તેને પામે છે અને અન્યનું
સ્મરણ કરતાં કેવળ અન્યને પામે છે; જેમ વટેમાર્ગુ જે નગરના માર્ગે
જાય છે, તે જ નગરમાં તે પહોંચે છે. ૨૨.
પ્રાણીઓને મોહથી શુદ્ધ આત્મસ્વરૂપની યથાર્થ પ્રાપ્તિ મુશ્કેલ છે
અને તેનો (મોહનો) જય કરવાથી (અન્ય) ક્રિયાકાંડ કર્યા વગર પણ
(તેની પ્રાપ્તિ) અત્યંત સુગમ છે. ૨૩.