અધયાય ૫ મો
[ શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિ કદી પૂર્વે કોઈ વાર થઈ નથી ]
रत्नानामौषधीनां वसनरसरुजामन्नधातूपलानां
स्त्रीभाश्वानां नराणां जलचरवयसां गोमहिष्यादिकानां ।
नामोत्पत्त्यर्घतार्थान् विशदमतितया ज्ञातवान् प्रायशोऽहं
शुद्धचिद्रूपमात्रं कथमहह निजं नैव पूर्वं कदाचित् ।।१।।
(ઝૂલણા)
રત્ન ઔષધિા બહુ વસ્ત્ર રસ વ્યાધિાઓ,
અન્ન પથ્થર અને ધાાતુઓનાં;
પુરુષ સ્ત્રી અશ્વ ગજ પક્ષી જલચર તથા,
ગાય ભxસાદિ પર વસ્તુઓનાં;
નામ, ઉત્પત્તિ, કિંમત, પ્રયોજન બધાું,
તીક્ષ્ણ બુદ્ધિ કરી બહુય જાણ્યું;
કિંતુ નિજ શુદ્ધ ચિદ્રૂપને મx અહો !
પૂર્વ કાલે કદી ના પિછાણ્યું ! ૧.
અર્થ : — રત્નોનાં, ઔષધોનાં, વસ્ત્ર, રસ, રોગનાં, અન્ન, ધાતુ,
પથ્થરોનાં, સ્ત્રી, હાથી ને અશ્વોનાં, મનુષ્યોનાં, જળચર અને નભચર
(પક્ષીઓ)નાં, ગાય, ભેંસ આદિનાં નામ, ઉત્પત્તિ, મૂલ્ય, પ્રયોજન તીક્ષ્ણ
બુદ્ધિ વડે કરી મેં ઘણું કરીને જાણ્યા છે. અહો! ખેદ છે કે કોઈ રીતે
માત્ર પોતાના શુદ્ધ ચિદ્રૂપને પૂર્વે કદી પણ જાણ્યું નથી? ૧.
पूर्वं मया कृतान्येव चिंतनान्यप्यनेकशः ।
न कदाचिन्महामोहात् शुद्धचिद्रूपचिंतनं ।।२।।