૪૨ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
अनंतानि कृतान्येव मरणानि मयापि न ।
कुत्रचिन्मरणे शुद्धचिद्रूपोऽहमिति स्मृतं ।।३।।
અન્ય પણ બહુ બહુવિધા ચિંતન કર્યાં,
પૂર્વમાં આત્મહિત શ્રેણી કાપી;
શુદ્ધ ચિદ્રૂપનું પણ ન ચિંતન કર્યું,
મx મહામોહવશ થઇ કદાપિ;
મરણ પણ પૂર્વમાં મx અનંતાં કર્યાં,
સ્વરુપને ભૂલી પરને હું માની;
એક પણ મરણ કાળે સ્મરણના કર્યું,
શુદ્ધ ચિદ્રૂપ હું એમ જાણી. ૨ – ૩.
અર્થ : — પૂર્વે મેં અનેક વાર ચિંતન પણ કર્યાં છે, પરંતુ
મહામોહથી શુદ્ધ આત્માનું ચિંતન કદાપિ થયું નથી. ૨.
અનંતવાર મરણ પણ મેં કર્યાં છે, પરંતુ કોઈ પણ મરણ વખતે
મેં ‘હું શુદ્ધ ચિદ્રૂપ છું’ એમ સ્મરણ કર્યું નથી. ૩.
सुरद्रुमा निधानानि चिंतारत्नं द्युसद्गवी ।
लब्धा च न परं पूर्वं शुद्धचिद्रूपसंपदा ।।४।।
द्रव्यादिपंचथा पूर्वं परावर्त्ता अनंतशः ।
कुतास्तेष्वेकशो न स्वं स्वरूपं लब्धवानहं ।।५।।
કલ્પતરુ કામધોનુ, નિધાાનો વળી,
રત્નચિંતામણિ દિવ્ય વિભૂતિ;
મx લહી પૂર્વમાં, શુદ્ધ ચિદ્રૂપ રુપ,
અનુપ સંપત્તિની કદી ન પ્રાપ્તિ;
દ્રવ્ય આદિ પરાવર્ત્તનો પંચ તે,
મx અનંતાં કર્યાં પૂર્વકાળે;