અધ્યાય-૫ ][ ૪૩
તે વિષે એક પણ વાર નિજ સ્વરુપને,
હું ન પામ્યો ભમ્યો ભ્રાન્તિજાળે. ૪ – ૫.
અર્થ : — (મને) પૂર્વે કલ્પવૃક્ષ, ધનના ભંડાર, ચિંતામણિ રત્ન,
કામધેનુ વગેરે મળ્યા, પરંતુ શુદ્ધચિદ્રૂપ સંપત્તિ મળી નથી. ૪.
(મેં) પૂર્વે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ એ નામના પાંચ
પરાવર્તન (સંસાર ભ્રમણ) અનંતવાર કર્યા છે, તેમાં એકવાર પણ મને
મારું સ્વરૂપ મળ્યું નથી. ૫.
इन्द्रादीनां पदं लब्धं पूर्वं विद्याधरेशिनां ।
अनंतशोऽहमिंद्रस्य स्वस्वरूपं न केवलं ।।६।।
मध्ये चतुर्गतीनां च बहुशो रिपवो जिताः ।
पूर्वं न मोहप्रत्यर्थी स्वस्वरूपोपलब्धये ।।७।।
મx અનંતી અહો ! વાર વળી પૂર્વમાં,
ઇન્દ્ર, વિદ્યાધાર સ્વામી ધાાયો;
તેમ અહમિન્દ્રનાં પદ મહા ભોગવ્યાં,
માત્ર સ્વસ્વરુપને કદી ન પામ્યો,
ચાર ગતિ ભ્રમણમાં બહુ બહુ શત્રુઓ,
બહુ બહુ વાર જીત્યા તથાપિ;
શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિમાં વિઘનરુપ,
મોહ શત્રુ ન જીત્યો કદાપિ. ૬-૭.
અર્થ : — (મને) પૂર્વે ઇન્દ્રાદિનાં, અનંતવાર વિદ્યાધરોના
અધિપતિનાં (અને) અહમિંદ્રનું પદ પણ મળ્યું (છે) માત્ર સ્વસ્વરૂપ
મળ્યું નથી. પૂર્વે ચારગતિમાં (મેં) અનેકવાર શત્રુઓને જીત્યા
(પણ) સ્વસ્વરૂપની પ્રાપ્તિ માટે (બાધારૂપ એવા) મોહ શત્રુને જીત્યો
નથી. ૬-૭