પ્રકાશકીય નિવેદન
જન્મમરણમય દુઃખપ્રચુર ચતુર્ગતિ-પરિભ્રમણના અંતનો ઉપાય
એકમાત્ર જિનેન્દ્રપ્રણીત વીતરાગ ધર્મ છે. વીતરાગ ધર્મનું મૂળ, સ્વ-પરના અને
સ્વભાવ-વિભાવના ભેદજ્ઞાન દ્વારા પ્રગટ થતું, સ્વાનુભૂતિપ્રધાન નિર્મળ
સમ્યગ્દર્શન છે. તે પ્રાપ્ત કરવા માટે વિપરીત-અભિનિવેશવિહીન-
તત્ત્વજ્ઞાનહેતુક—જીવ આદિ નવ તત્ત્વોના યથાર્થ જ્ઞાનવડે ભેદજ્ઞાનના અભ્યાસ
દ્વારા—નિજ-શુદ્ધાત્મજ્ઞાન અત્યંત આવશ્યક છે. સ્વાનુભવસ્યંદી તે પવિત્ર
જ્ઞાનના આશ્રયભૂત શુદ્ધાત્મતત્ત્વનું અદ્ભુત સ્વરુપ ભગવાન શ્રી
કુંદકુંદાચાર્યદેવે તેમનાં શ્રી સમયસાર આદિ અનેક પરમાગમોમાં દર્શાવ્યું છે.
ઉત્તરવર્તી અનેક ગ્રંથકારોએ પણ, ભગવાન કુંદકુંદાચાર્યદેવનું અનુસરણ કરીને
તેનું—આત્મહિત માટે મૂળ પ્રયોજનભૂત શુદ્ધાત્મદ્રવ્યનું—નિરુપણ
પોતપોતાના ગ્રંથોમાં કર્યું છે. ભારક શ્રી જ્ઞાનભૂષણજીએ પણ આ ‘તત્ત્વજ્ઞાન -
તરંગિણી’ નામના ગ્રંથમાં આત્મદ્રવ્યનું વર્ણન ‘શુદ્ધચિદ્રૂપ’ શબ્દથી ઘણું સુંદર
કર્યું છે કે જેનો રુચિપૂર્વક સ્વાધ્યાય કરતાં, ‘શુદ્ધચિદ્રૂપ’ના અનુપમ મહિમાથી
ભરપૂર એક મધઉરા સંગીતનો અનુભવ થાય છે.
આ યુગમાં મુમુક્ષુજગતને ભવાંતકારી સમ્યગ્દર્શન અને સ્વાનુભૂતિનું
તથા તે બંનેના આલંબનભૂત નિજશુદ્ધાત્મતત્ત્વનું—ત્રિકાળી શુદ્ધ
જ્ઞાયકપરમભાવનું—અચિંત્ય મહત્ત્વ સમજવામાં આવ્યું હોય તો તે બધો
પ્રતાપ—બધો ઉપકાર—પરમતારણહાર પરમકૃપાળુ પૂજ્ય ગુરુદેવશ્રી
કાનજીસ્વામીનો છે તેમના જ પુનિત પ્રભાવથી મુમુક્ષુ સમાજમાં સમ્યગ્દર્શનના
વિષયભૂત ‘શુદ્ધચિદ્રૂપ’ના અભ્યાસની પ્રવૃત્તિ થઇ છે.
‘નિજશુદ્ધચિદ્રૂપ’ની રુચિના પોષણ અર્થે, અધ્યાત્મયુગ પ્રવર્તક
પરમપૂજ્ય ગુરુદેવશ્રીની પવિત્ર સાધનાભૂમિ સોનગઢમાં પ્રશમમૂર્તિ પૂજ્ય
બહેનશ્રીની મંગલવર્ષિણી છાયામાં પ્રવર્તમાન દેવગુરુભક્તિભીની અનેક
ગતિવિધિના અંગભૂત સત્સાહિત્યપ્રકાશનવિભાગ દ્વારા, ‘પૂજ્ય ગુરુદેવ શ્રી
કાનજીસ્વામી-જન્મશતાબ્દી’ વર્ષના મંગલ અવસરે, આ ‘તત્ત્વજ્ઞાન -