Tattvagyan Tarangini (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 161

 

background image
તરંગિણી’નો ગુજરાતી ભાષાનુવાદ સંસ્થા દ્વારા પ્રથમ વાર પ્રકાશિત કરતાં અતિ
હર્ષ થાય છે.
આ ગદ્યાનુવાદ, ‘શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ-આગાસ’ દ્વારા પ્રકાશિત
તત્ત્વજ્ઞાન-તરંગિણીના આધારે વઢવાણનિવાસી બ્ર. શ્રી વ્રજલાલભાઇ
ગિરઘરલાલ શાહે કરી આયો છે તથા આ સંસ્કરણમાં તત્ત્વજ્ઞાન-તરંગિણીનો
સ્વ. શ્રી રાવજીભાઇ છગનભાઇ દેસાઇ રચિત ગુજરાતી પદ્યાનુવાદ પણ
આપવામાં આવ્યો છે. તેથી ગદ્યાનુવાદ અને પદ્યાનુવાદ કરનાર તે બંને
મહાનુભાવોનો તથા ઉક્ત પ્રકાશક સંસ્થાનો અત્રે આભાર માનીએ છીએ.
આ પુસ્તકના પ્રકાશનની યોજના તથા પ્રૂફસંશોધનકાર્ય શ્રી
પવનકુમારજી જૈને, તથા સુંદર મુદ્રણકાર્ય ‘કહાન મુદ્રણાલય’ના માલિક શ્રી
જ્ઞાનચંદજી જૈને કરી આયું છે તેથી તે બંનેનો પણ આભાર માનીએ છીએ.
ટ્રસ્ટના આ અભિનવ પ્રકાશન દ્વારા મુમુક્ષુસમાજ અવશ્ય લાભાન્વિત
થાય એ જ આજના પ્રકાશન-અવસરે મંગળ ભાવના.
વિ.સં. ૨૦૪૬, માગશર વદ ૮,
(શ્રી કુંદકુંદ-આચાર્યપદદિન)
‘કહાનગુરુ-જન્મશતાબ્દી’ વર્ષ
સાહિત્યપ્રકાશનસમિતિ
શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ- (સૌરાષ્ટ્ર)
[ ૪ ]