ॐ
परमात्मने नमः
ભટ્ટારક શ્રી જ્ઞાનભૂષણ વિરચિત
તત્ત્વજ્ઞાન તરંગિણી
અધયાય ૧ લો
[ શુદ્ધ ચિદ્રૂપનાં લક્ષણ ]
प्रणम्य शुद्धचिद्रूपं सानन्दं जगदुत्तमं ।
तल्लक्षणादिकं वच्मि तदर्थी तस्य लब्धये ।।१।।
(હરિગીત)
આનંદનું જે ધાામ સર્વોત્તમ જગતમાં જે સદા,
તે જ્ઞાનમૂર્તિ શુદ્ધ ચિદ્રૂપ વંદું ભકિતથી મુદા;
તે સ્વરુપ પ્રાપ્તિ કારણે તેનો જ અર્થી સર્વદા,
લક્ષણ વગેરે ભાખું તેનાં, પામું ચિદ્રૂપ સંપદા. ૧
અર્થ : — આનંદથી પરિપૂર્ણ, જગતમાં સર્વોત્તમ, શુદ્ધ
ચૈતન્યસ્વરૂપને પ્રણામ કરીને તેનો અભિલાષી હું તેની પ્રાપ્તિ માટે તે
શુદ્ધ ચિદ્રૂપનાં લક્ષણ આદિને કહું છું. ૧.
पश्यत्यवैति विश्वं युगपन्नोकर्मकर्मणामणुभिः ।
अखिलैर्मुक्तो योऽसौ विज्ञेयः शुद्धचिद्रूपः ।।२।।
યુગપદ્ જુવે જાણે જગત, તે શુદ્ધ ચિદ્રૂપ જાણજો;
સૌ કર્મ ને નોકર્મ પરમાણુથી મુકત પ્રમાણજો. ૨.