૨ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
અર્થ : — જે સમસ્ત વિશ્વને એકસાથે દેખે છે, જાણે છે,
નોકર્મ અને કર્મનાં સમસ્ત પરમાણુઓથી મુક્ત છે, તેને શુદ્ધ ચિદ્રૂપ
જાણવો. ૨.
अर्थात् यथास्थितान् सर्वान् समं जानाति पश्यति ।
निराकुलो गुणी योऽसौ शुद्धचिद्रूप उच्यते ।।३।।
સર્વે પદાર્થ યથાર્થ યુગપદ્ જે સદા જાણે જુવે,
તે શુદ્ધ ચિદ્રૂપ સ્વગુણ નિર્ભર સુખ નિરાકુળ અનુભવે. ૩.
અર્થ : — જે, યથાસ્થિત સર્વ પદાર્થોને એક સાથે જાણે છે
અને દેખે છે, આકુળતા રહિત છે, ગુણવાન છે, તેને શુદ્ધ ચિદ્રૂપ કહે
છે. ૩.
स्पर्शरसगंधवर्णैः शब्दैर्मुक्तो निरंजनः स्वात्मा ।
तेन च खैरग्राह्योऽसावनुभावनागृहीतव्यः ।।४।।
સ્વાત્મા નિરંજન સ્પર્શ રસ રુપ ગંધા શબ્દ વિહીન એ,
તેથી ન £ન્દ્રિય ગ્રાıા પણ અનુભાવનાએ ગ્રાıા એ. ૪.
અર્થ : — પોતાનો આત્મા સ્પર્શ, રસ, ગંધ, રૂપથી, શબ્દથી
રહિત છે, નિરંજન છે અને તેથી ઇન્દ્રિયો વડે ગ્રહાવા યોગ્ય નથી, તે
અનુભાવનાથી (આત્મભાવનાથી) ગ્રહણ થવા યોગ્ય છે.
सप्तानां धातूनां पिंडो देहो विचेतनो हेयः ।
तन्मध्यस्थोऽवैतीक्षतेऽखिलं यो हि सोहं चित् ।।५।।
તન તો અચેતન સાત ધાાતુપિંM તજવા યોગ્ય તે,
તે મધય રહી જાણે જુવે જે તે હું ચિદ્રૂપ મુજ એ. ૫.
અર્થ : — દેહ તે સાત ધાતુઓનો સમૂહ છે, અચેતન છે, હેય
છે, તેની મધ્યમાં રહેલો જે સર્વને જાણે છે, દેખે છે તે હું જ્ઞાનસ્વરૂપ
આત્મા છું. ૫.