અધ્યાય-૧ ][ ૩
आजन्म यदनुभूतं तत्सर्वं यः स्मरन् विजानाति ।
कररेखावत् पश्यति सोऽहं बद्धोऽपि कर्मणाऽत्यंतं ।।६।।
श्रुतमागमात् त्रिलोकत्रिकालजं चेतनेतरं वस्तु ।
यः पश्यति जानाति च सोऽहं चिद्रूपलक्षणो नान्यः ।।७।।
અનુભવ્યું જે જે જન્મથી તે તે સકલ જાણે સ્મરે,
કરરેખાવત્ દેખે હું તે અતિ કર્મબદ્ધ છતાં ખરે; ૬.
વસ્તુ ત્રિલોક ત્રિકાળવર્તી ચિદ્ અચિદ્ સુણી શાસ્ત્રથી,
જાણે જુવે જે તે હું ચિદ્રૂપ, મુજ લક્ષણ પર નથી. ૭.
અર્થ : — જે જન્મથી માંડીને અનુભવેલું સર્વ યાદ કરીને જાણે
છે, હાથની રેખા પેઠે દેખે છે, તે હું કર્મોથી અત્યંત બંધાયેલો છું.
આગમમાંથી સાંભળેલ, ત્રણ કાળ અને ત્રણ લોકવર્તી ચેતન અને જડ
પદાર્થોને જે દેખે છે અને જાણે છે તે ચિદ્રૂપ લક્ષણોવાળો હું છું, અન્ય
હું નથી. ૬ – ૭.
शुद्धचिद्रूप इत्युक्त ज्ञेयाः पंचार्हदादयः ।
अन्येऽपि तादृशाः शुद्ध शब्दस्य बहुभेदतः ।।८।।
અરિહંત આદિ પંચ જાણો, શુદ્ધ ચિદ્રૂપ જ્યાં કહો,
તેવા બીજા પણ જાણવા, બહુ ભેદ શુદ્ધ તણા લહો. ૮.
અર્થ : — શુદ્ધ ચિદ્રૂપ એમ કહેતાં પાંચ અરિહંતાદિ જાણવા. શુદ્ધ
શબ્દનાં અનેક ભેદ હોવાથી અન્ય પણ તેમના જેવા જાણવા. ૮.
नो दृक् नो धीर्न वृत्तं न तप इह यतो नैव सौख्यं न शक्ति-
र्नादोषो नो गुणीतो न परमपुरुषः शुद्धचिद्रूपतश्च ।
नोपादेयोप्यहेयो न न पररहितो ध्येयरूपो न पूज्यो
नान्योत्कृष्टश्च तस्मात् प्रतिसमयमहं तत्स्वरूपं स्मरामि ।।९।।