૪ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
એ શુદ્ધ ચિદ્રૂપ એ જ સમ્યગ્ જ્ઞાન દર્શન ચરણ છે,
તપ સૌખ્ય શકિત પરમ પુરુષ સ્વગુણથી પરિપૂર્ણ છે;
નહિ ત્યાજ્ય પણ સુગ્રાıા, પર વિણ ધયેયરુપ પ્રપૂજ્ય એ,
ઉત્કૃષ્ટ એનાથી અવર ના પ્રતિ સમય સ્મરું સ્વરુપ એ. ૯.
અર્થ : — અહીં શુદ્ધ ચિદ્રૂપ સિવાય બીજું દર્શન નથી, જ્ઞાન નથી,
ચારિત્ર નથી, તપ નથી, સુખ નથી, શક્તિ નથી, અદોષ નથી, એનાથી
બીજો ગુણી નથી, પરમ પુરુષ નથી, ઉપાદેય નથી, અહેય છે, પરથી
રહિત નથી, ધ્યેયરૂપ નથી, પૂજ્ય નથી અને બીજું ઉત્તમ નથી. તેથી દરેક
સમયે હું તે સ્વરૂપને સંભારું છું. ૯.
ज्ञेयो दृश्योऽपि चिद्रूपो ज्ञाता दृष्टा स्वभावतः ।
न तथाऽन्यानि द्रव्याणि तस्माद् द्रव्योत्तमोऽस्ति सः ।।१०।।
એ જ્ઞેય દ્રશ્ય છતાં સ્વભાવે સ્વપરને જાણે જુવે,
જM અન્ય દ્રવ્ય ન તુલ્ય તેની, તેથી દ્રવ્યોત્તમ હુવે. ૧૦.
અર્થ : — ચૈતન્યસ્વરૂપ આત્મા જેમ જ્ઞેય અને દ્રશ્ય હોવા છતાં
સ્વભાવથી જ્ઞાતા અને દ્રષ્ટા છે. તેવી રીતે અન્ય દ્રવ્યો નથી, માટે તે
(આત્મા) દ્રવ્યોમાં ઉત્તમ છે. ૧૦.
स्मृतेः पर्यायाणामवनिजलभृतामिंद्रियार्थागसां च
त्रिकालानां स्वान्योदितवचनततेः शब्दशास्त्रादिकानां ।
सुतीर्थानामस्त्रप्रमुखकृतरुजां क्ष्मारुहाणां गुणानां
विनिश्चेयः स्वात्मा सुविमलमतिभिर्दृष्टबोधस्वरूपः ।।११।।
પર્યાય બહુવિધા, જલધિાગિરિને, £ન્દ્રિયાર્થ પ્રમુખને,
ત્રણ કાળને, નિજ પર વચનને, શબ્દ શાસ્ત્રાદિકને;
સુતીર્થ, શસ્ત્રપ્રહાર દુઃખ, તરુ, દોષ ગુણને જે સ્મરે,
તે જ્ઞાનદ્રગ રુપ સ્વાત્મનો નિશ્ચય યથાર્થ સુધાી કરે. ૧૧.
અર્થ
: — પર્યાયોની, પર્વતો અને સમુદ્રોની, ઇન્દ્રિયના વિષયો