અધ્યાય-૧ ][ ૫
અને પાપની, ત્રણે કાળની, પોતે અને બીજાઓએ બોલેલાં વચનોની,
વ્યાકરણાદિ શાસ્ત્રોની, સુતીર્થોની, અસ્ત્ર વગેરેથી કરાયેલા ઘાની, રોગની,
વૃક્ષોની અને ગુણોની જેને સ્મૃતિ રહે છે. એવા જ્ઞાનદર્શન સ્વરૂપ પોતાના
આત્માનો નિર્મળ મતિવાળાઓએ (ભેદજ્ઞાનીઓએ) વિવેકથી નિશ્ચય
કરવો જોઈએ. ૧૧.
ज्ञप्त्या दृक् चिदिति ज्ञेया सा रूपं यस्य वर्तते ।
स तथोक्तोऽन्यद्रव्येण मुक्तत्वात् शुद्ध इत्यसौ ।।१२।।
कथ्यते स्वर्णवत् तज्ज्ञैः सोहं नान्योस्मि निश्चयात् ।
शुद्धचिद्रूपोऽहमिति षड्वर्णार्थो निरुच्यते ।।१३।। युग्म ।।
(ઝૂલણા)
ચિદ્ કહેતાં કહો જ્ઞાન દર્શન અહો !
રુપ તે જેનું ચિદ્રૂપ જાણો;
મુક્ત પર દ્રવ્યથી શુદ્ધ કંચન સમો,
શુદ્ધ ચિદ્રૂપ પ્રાજ્ઞે વખાણ્યો;
તે હું નિશ્ચય થકી, અન્ય કદી પણ નહ{,
શુદ્ધ ચિદ્રૂપ એ સ્વરુપ મારું;
‘શુદ્ધ ચિદ્રૂપ હું’ અક્ષરો ષટ્ કıાા,
અર્થ નિરુકિત તે તો વિચારું. ૧૨-૧૩.
અર્થ : — ચિદ્ એટલે જ્ઞાન અને દર્શન જાણો. એવું રૂપ જેનું છે,
તેને ચિદ્રૂપ કહેવાય છે. તે અન્ય દ્રવ્યથી મુક્ત હોવાથી, તેના જાણનારો
તેને સુવર્ણની જેમ શુદ્ધ કહે છે. તે હું છું, નિશ્ચયથી અન્ય હું નથી. ‘શુદ્ધ
ચિદ્રૂપ હું’ એ છ અક્ષરનો અર્થ કહેવામાં આવે છે. ૧૨-૧૩.
दृष्टैर्ज्ञातैः श्रुतैर्वा विहितपरिचितैर्निदितैः संस्तुतैश्च,
नीतैः संस्कार कोटिं कथमपि विकृतिं नाशनं संभवं वै ।
स्थूलैः सूक्ष्मैरजीवैरसुनिकरयुतैः खाप्रियैः खप्रियैस्तै-
रन्यैर्द्रव्यैर्न साध्यं किमपि मम चिदानंदरूपस्य नित्यं ।।१४।।