૬ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
દ્રષ્ટ શ્રુત જ્ઞાત અનુભૂત નિંદિત રુMા,
હોય સંસ્કૃત, વિકૃત પદાર્થો,
હો ભલે નષ્ટ ઉત્પન્ન સ્થૂલ સૂક્ષ્મ કે,
ચેતનાયુકત કે જM કદા જો;
હો ભલે પ્રિય અપ્રિય £ન્દ્રિયને,
અન્ય એ, શ્રેય મારું શું સારે ?
હું ચિદાનંદરુપ આત્મ શાશ્વત અહો!
કામ શું અન્ય દ્રવ્યોનું મારે ? ૧૪.
અર્થ : — જોયેલા, જાણેલા, સાંભળેલા, અનુભવેલા, નિંદ્ય કે
સ્તુત્ય, સંસ્કાર પામેલા કે વિકૃત થયેલા, નાશ પામેલા કે ઉત્પન્ન થયેલા,
સ્થૂળ કે સૂક્ષ્મ, જડ કે ચેતન, ઇન્દ્રિયોને પ્રિય કે અપ્રિય એવા તે અન્ય
દ્રવ્યોથી ચિદાનંદરૂપ એવાં મને સદાય કાંઈ પણ પ્રયોજન નથી. ૧૪.
विक्रियाभिरशेषाभिरंगकर्मप्रसूतिभिः ।
मुक्तो योऽसौ चिदानन्दो युक्तोऽनंतदृगादिभिः ।।१५।।
असौ अनेकरूपोऽपि स्वभावादेकरूपभाग् ।
अगम्यो मोहिनां शीघ्रगम्यो निर्मोहिनां विदां ।।१६।।
અંગ કે કર્મકૃત સર્વ જM વિકૃતિ,
તેથી જે મુકત તે સૌખ્યધાામી;
યુકત જ્ઞાનાદિ નિજ ગુણ અનંતે સદા,
`તે ચિદાનંદ ચૈતન્યસ્વામી;
સ્વગુણગણથી અનેકસ્વરુપી છતાં,
એકરુપી સદા નિજ સ્વભાવે;
ગમ્ય નહિ મોહીને, શીઘા્ર નિર્મોહી હા !
તત્ત્વજ્ઞાની અનુભૂતિ પાવે. ૧૫-૧૬.
અર્થ : — જે શરીર અને કર્મથી થતી સમસ્ત વિક્રિયાઓથી રહિત
છે, તે ચિદાનંદસ્વરૂપ અનંત દર્શનાદિ વડે સહિત છે. ૧૫.