અધ્યાય-૧ ][ ૭
તે અનેક રૂપવાળો હોવા છતાં પણ સ્વભાવથી એકરૂપવાળો છે.
તે મોહી જીવોને જણાય તેવો નથી અને નિર્મોહી જ્ઞાનીઓને તરત જ
જણાવા – અનુભવવા યોગ્ય છે. ૧૬.
चिद्रूपोऽयमनाद्यंतः स्थित्युत्पत्तिव्ययात्मकः ।
कर्मणाऽस्ति युतोऽशुद्धः शुद्धः कर्मविमोचनात् ।।१७।।
આદિ કે અંત વિણ નિત્ય ચિદ્રૂપ એ,
સ્થિતિ ઉત્પત્તિ વ્યય ત્રણ સ્વરુપી;
કર્મથી યુકત તે શુદ્ધ નહિ, શુદ્ધ જો,
કર્મથી મુકત સહજાત્મરુપી. ૧૭.
અર્થ : — આ ચિદ્રૂપ આદિ અને અંત રહિત છે, સ્થિતિ, ઉત્પત્તિ
અને નાશવાળો છે, કર્મથી યુક્ત અશુદ્ધ છે, કર્મ છૂટી જવાથી (તે) શુદ્ધ
છે. ૧૭.
शून्याशून्यस्थूलसूक्ष्मोस्तिनास्तिनित्याऽनित्याऽमूर्तिमूर्तित्वमुख्यैः ।
धर्मैर्युक्तोऽप्यन्यद्रव्यैर्विमुक्तः चिद्रूपोयं मानसे मे सदास्तु ।।१८।।
શૂન્ય, નહિ શૂન્ય, સ્થૂલ સૂક્ષ્મ, અરુપી રુપી,
અસ્તિ નાસ્તિ, ક્ષણિક સર્વદા જો;
મુખ્ય નિજ ધાર્મયુત, મુકત પરધાર્મથી,
શુદ્ધ ચિદ્રૂપ મુજ મન વિરાજો. ૧૮.
અર્થ : — શૂન્ય, અશૂન્ય, સ્થૂળ, સૂક્ષ્મ, અસ્તિ, નાસ્તિ, નિત્ય,
અનિત્ય, અમૂર્ત, મૂર્ત આદિ ધર્મોથી યુક્ત છે છતાં પણ જે અન્ય દ્રવ્યોથી
વિમુક્ત છે; એ ચિદ્રૂપ મારા મનમાં સદા રહે – બિરાજો. ૧૮.
ज्ञेयं दृश्यं न गम्यं मम जगति किमप्यस्ति कार्यं न वाच्यं
ध्येयं श्रव्यं न लभ्यं न च विशदमतेः श्रेयमादेयमन्यत् ।
श्रीमत्सर्वज्ञवाणीजलनिधिमथनात् शुद्धचिद्रूपरत्नं
यस्माल्लब्धं मयाहो कथमपि विधिनाऽप्राप्तपूर्वंप्रियं च ।।१९।।