૮ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
શુદ્ધમતિ હું, મને જ્ઞેય નહિ, દ્રશ્ય નહિ,
ગમ્ય નહિ, કાર્ય નહિ, વાચ્ય નાંહી;
ધયેય નહિ, શ્રવ્ય નહિ, લભ્ય નહિ, શ્રેય નહિ,
નહિ ઉપાદેય કંઇ જગત માંહી;
કેમ કે ભાગ્યથી મx અપૂરવ અહો,
શુદ્ધ ચિદ્રૂપ પ્રિય રત્ન લાધયું;
શ્રીમદ્ સર્વજ્ઞની વાણી અર્ણવ મયી
`યત્નથી રત્ન લહી સર્વ સાધયું. ૧૯.
અર્થ : — નિર્મળ બુદ્ધિવાળા એવા મને (આ) જગતમાં કાંઈ પણ
બીજું જોવા જેવું, જાણવા જેવું, સમજવા જેવું, કરવા જેવું, વાણીથી
કહેવા જેવું, ધ્યાન કરવા જેવું, સાંભળવા યોગ્ય, પ્રાપ્ત કરવા યોગ્ય,
હિતરૂપ, ગ્રહણ કરવા જેવું છે નહિ, કારણ કે શ્રી સર્વજ્ઞદેવની વાણીરૂપ
સમુદ્રના મંથનથી ખરેખર, કોઈ પણ રીતે ભાગ્યથી પૂર્વે નહિ મેળવેલું
એવું અને પ્રિય, શુદ્ધચૈતન્યસ્વરૂપ રત્ન મને મળી ગયું છે. ૧૯.
शुद्धचिद्रूपरूपोहमिति मम दधे मंक्षु चिद्रूपरूपं
चिद्रूपेणैव नित्यं सकलमलमिदा तेनचिद्रूपकाय ।
चिद्रूपाद् भूरिसौख्यात् जगति वरतरात्तस्य चिद्रूपकस्य
माहात्म्यं वैति नान्यो विमलगुणगणे जातु चिद्रूपकेऽज्ञात् ।।२०।।
કર્મ દૂરકરણ એ શુદ્ધ ચિદ્રૂપ વMે,
શુદ્ધ ચિદ્રૂપ હું સ્વરુપ સારું,
શુદ્ધ ચિદ્રૂપ જગશ્રેÌ સુખધાામથી,
શુદ્ધ ચિદ્રૂપને ચિત્ત ધાારું;
વિમલ ગુણના નિધિા શુદ્ધ ચિદ્રૂપમાં,
જ્ઞાન જેનું નથી અજ્ઞ એવા,
શુદ્ધ ચિદ્રૂપનું મહાત્મ્ય જાણે નહ{,
તો ઉરે ધાારવા શકા કેવા? ૨૦