અર્થ : — ‘શુદ્ધ ચૈતન્યસ્વરૂપ હું છું’ એમ મારા ચિદ્રૂપને, તે સર્વ
કર્મને ટાળનાર ચિદ્રૂપ વડે જ, ચિદ્રૂપને માટે, જગતમાં વધારે ચડિયાતા એવા અત્યંત સુખમય ચિદ્રૂપમાંથી નિત્ય ધારણ કરું છું, તે નિર્મળ ગુણના સમૂહરૂપ એવા ચિદ્રૂપમાં અજ્ઞાની હોવાથી અન્ય જીવ કદી પણ તે ચિદ્રૂપનું માહાત્મ્ય જાણતો નથી. ૨૦.