અધયાય ૨ જો
[ શુદ્ધ ચિદ્રૂપના ધ્યાનમાં ઉત્સાહ પ્રદાન ]
मृत्पिंडेन विना घटो न न पटस्तंतून् विना जायते
धातुनैर्व विना दलं न शकटः काष्ठं विना कुत्रचित् ।
सत्स्वन्येष्वपि साधनेषु च यथा धान्यं न बीजं बिना
शुद्धात्मस्मरणं विना किल मुनेर्मोक्षस्तथा नैव च ।।१।।
(હરિગીત)
સામાન્ય કારણ બહુ છતાં કારણ અસાધાારણ વિના,
નહિ કાર્યસિદ્ધિ સંભવે, નહિ ધાાન્ય સંભવ બીજ વિના,
ઘાટ માટી વિણ, પટ તંતુ વિણ, ના શકટ કાષ્ટ વિના હુવે,
સહજાત્મ સ્મરણ વિણ મુમુક્ષુને ન મુકિત સંભવે. ૧
અર્થ : — જેવી રીતે અન્ય સાધનો હોવા છતાં પણ માટીના પિંડા
વિના ઘડો ઉત્પન્ન થતો નથી, તંતુ વિના વસ્ત્ર બનતું નથી, દળ (ધાતુના
પડ) વિના ધાતુ ઉત્પન્ન થતી નથી, ક્યાંય કાષ્ટ વગર ગાડું થતું નથી
અને બીજ વિના ધાન્ય ઉપજતું નથી; તેમ શુદ્ધાત્મસ્વરૂપના સ્મરણ વિના
મુનિને ખરેખર મોક્ષ થતો જ નથી. ૧.
बीजं मोक्षतरोर्भवार्णवतरी दुःखाटवीपावको
दुर्गं कर्मभियां विकल्परजसां वात्यागसां रोधनं ।
शस्त्रं मोहजये नृणामशुभतापर्यायरोगौषधं
चिद्रूपस्मरणं समस्ति च तपोविद्यागुणानां गृहं ।।२।।
ચિદ્રૂપ સ્મરણ છે સર્વ વિદ્યા તપ અને ગુણગણનિધિા,
એ મુક્તિ તરુનું બીજ, દુઃખવન દહન, નાવ ભવોદધિા;