ૐ
श्रीमद्-योगीन्दुदेव-विरचितः
योगसारः
ગુજરાતી ભાષાનુવાદ સહિત
મંગલાચરણ
(શ્રી સિદ્ધોને નમસ્કાર)
णिम्मल-झाण-परिट्ठया कम्म-कलंक डहेवि ।
अप्पा लद्धउ जेण परु ते परमप्प णवेवि ।।१।।
निर्मलध्यानप्रतिष्ठिताः कर्मकलंकं दग्ध्वा ।
आत्मा लब्धः येन परः तान् परमात्मनः नत्वा ।।१।।
(દોહરા)
નિર્મળ ધ્યાનારૂઢ થઈ, કર્મકલંક ખપાય;
થયા સિદ્ધ પરમાતમા, વંદુ તે જિનરાય. ૧
અન્વયાર્થઃ — [निर्मलध्यानप्रतिष्ठिताः] નિર્મલધ્યાનમાં સ્થિત
થયા થકા [येन] જેણે [कर्मकलंकं दग्ध्वा] કર્મરૂપી મલને બાળીને [परः
आत्मा] પરમાત્માને [लब्धः] પ્રાપ્ત કર્યો છે, [तान् परमात्मन्ः नत्वा] તે
પરમાત્માને નમસ્કાર કરીને. ૧.
શ્રી અરહંત ભગવાનને નમસ્કારઃ —