છે. [इति ज्ञात्वा] એમ જાણીને [योगिन्] હે યોગી! [अन्यत् विकल्पं]
અન્ય વિકલ્પ [मा कुरुत] ન કરો. ૨૨.
આત્મા લોકપ્રમાણ અસંખ્યાત પ્રદેશી છેઃ —
सुद्ध-पएसहं पूरियउं लोयायास-परमाणु ।
सो अप्पा अणुदिणु मुणहु पावहु लहु णिव्वाणु ।।२३।।
शुद्धप्रदेशानां पूरितः लोकाकाशप्रमाणः ।
स आत्मा (इति) अनुदिनं मन्यध्वं प्राप्नुत लघु निर्वाणम् ।।२३।।
શુદ્ધ પ્રદેશી પૂર્ણ છે, લોકાકાશપ્રમાણ;
તે આતમ જાણો સદા, શીઘ્ર લહો નિર્વાણ. ૨૩
અન્વયાર્થઃ — જે [लोकाकाशप्रमाणः] લોકાકાશપ્રમાણ
[शुद्धप्रदेशानां पूरितः] શુદ્ધ (અસંખ્યાત) પ્રદેશોથી પૂર્ણ છે [सः] તેને
[अनुदिनं] સદા [आत्मा मन्यस्वं] આત્મા જાણો અને [लघु] શીઘ્ર જ
[निर्वाणं प्राप्नुत] નિર્વાણ પ્રાપ્ત કરો. ૨૩.
નિશ્ચયથી આત્મા લોકપ્રમાણ છે અને વ્યવહારથી સ્વશરીર
પ્રમાણ છેઃ —
णिच्छइँ लोय-पमाणु मुणि ववहारें सुसरारु ।
एहउ अप्प-सहाउ मुणि लहु पावहि भव-तीरु ।।२४।।
निश्चयेन लोकप्रमाणः (इति) मन्यस्व व्यवहारेण स्वशरीरः ।
एनं आत्मस्वभावं मन्यस्व लघु प्राप्नोषि भवतीरम् ।।२४।।
નિશ્ચય લોકપ્રમાણ છે, તનુપ્રમાણ વ્યવહાર;
એવો આતમ અનુભવો, શીઘ્ર લહો ભવપાર. ૨૪
અન્વયાર્થઃ — [निश्चयेन] નિશ્ચયનયથી આત્મા [लोकप्रमाणः]
યોગસાર
[ ૧૩