ન જાણ. [योगिन्] હે યોગી! [मोक्षस्य कारणे] મોક્ષના અર્થે [निश्चयेन]
નિશ્ચયથી [एतत्] એ [विजानीहि] જાણ. ૨૦.
જિન તે જ આત્મા છે, એ સિદ્ધાન્તનો સાર છેઃ —
जो जिणु सो अप्पा मुणहु इहु सिद्धंतहं सारु ।
इउ जाणेविणु जोइयहो छंडहु मायाचारु ।।२१।।
यः जिनः स आत्मा मन्यध्वं एष सिद्धान्तस्य सारः ।
इति ज्ञात्वा योगिनः त्यजत मायाचारम् ।।२१।।
જિનવર તે આતમ લખો, એ સિદ્ધાન્તિક સાર;
એમ જાણી યોગીજનો, ત્યાગો માયાચાર. ૨૧
અન્વયાર્થઃ — [यः जिनः सः आत्मा] જે જિન છે તે આત્મા
છે – [एषः] એ [सिद्धान्तस्य सारः] સિદ્ધાંતનો સાર છે, એમ તમે
[मन्यध्वं] સમજો. [इति ज्ञात्वा] એમ સમજીને [योगिनः] હે યોગીઓ!
તમે [मायाचारं] માયાચારને [त्यज] છોડો. ૨૧.
હું જ પરમાત્મા છુંઃ —
जो परमप्पा सो जि हउं जो हउं सो परमप्पु ।
इउ जाणेविणु जोइया अण्णु म करहु वियप्पु ।।२२।।
यः परमात्मा स एव अहं यः अहं स परमात्मा ।
इति ज्ञात्वा योगिन् अन्यत् मा कुरुत विकल्पम् ।।२२।।
જે પરમાત્મા તે જ હું, જે હું તે પરમાત્મા;
એમ જાણી હે યોગીજન! કરો ન કાંઈ વિકલ્પ. ૨૨
અન્વયાર્થઃ — [यः परमात्मा] જે પરમાત્મા છે [स एव] તે જ
[अहं] હું છું અને [यः अहं] જે હું છું [सः परमात्मा] તે જ પરમાત્મા
૧૨ ]
યોગીન્દુદેવવિરચિતઃ