[ध्यायन्ति] ધ્યાવે છે, તેઓ [लघु] શીઘ્ર [निर्वाणं] નિર્વાણને [लभन्ते]
પામે છે. ૧૮.
જિનેન્દ્રનું સ્મરણ પરમપદનું કારણ છેઃ —
जिणु सुमिरहु जिणु चिंतवहु जिणु झायहु सुमणेण ।
सो झायंतहं परम-पउ लब्भइ एक्क-खणेण ।।१९।।
जिनं स्मरत जिनं चिन्तयत जिनं ध्यायत सुमनसा ।
तं ध्यायतां परमपदं लभ्यते एकक्षणेन ।।१९।।
જિન સમરો, જિન ચિંતવો, જિન ધ્યાવો મન શુદ્ધ;
તે ધ્યાતાં ક્ષણ એકમાં, લહો પરમપદ શુદ્ધ. ૧૯
અન્વયાર્થઃ — [सुमनसा] શુદ્ધ મનથી [जिनं स्मरत] જિનનું
સ્મરણ કરો, [जिनं चिन्तयत] જિનનું ચિંતન કરો અને [जिनं ध्यायत]
જિનનું ધ્યાન કરો; [तं ध्यायतां] તેનું ધ્યાન કરતાં, [एकक्षणेन] એક
ક્ષણમાં [परमपदं लभ्यते] પરમપદ પ્રાપ્ત થાય છે. ૧૯.
પોતાનો શુદ્ધ આત્મા અને જિનવરમાં કાંઈ પણ ભેદ
નથીઃ —
सुद्धप्पा अरु जिणवरहं भेउ म किं पि वियाणि ।
मोक्खहं कारणे जोइया णिच्छईं एउ विजाणि ।।२०।।
शुद्धात्मनि च जिनवरे भेदं मा किमपि विजानीहि ।
मोक्षस्य कारणे योगिन् निश्चयेन एतद् विजानीहि ।।२०।।
જિનવર ને શુદ્ધાત્મમાં, કિંચિત્ ભેદ ન જાણ;
મોક્ષાર્થે હે યોગીજન! નિશ્ચયથી એ માન. ૨૦
અન્વયાર્થઃ — [शुद्धात्मनि च जिनवरे] પોતાનો શુદ્ધ આત્મા
અને જિન ભગવાનમાં [किं अपि भेदं] કાંઈ પણ ભેદ [मा विजानीहि]
યોગસાર
[ ૧૧