અન્વયાર્થઃ — [यदि] જો [शिवलाभं] મોક્ષ પામવાની [इच्छत]
ઇચ્છા કરતા હો તો જે [शुद्धः] શુદ્ધ, [सचेतनः] સચેતન [बुद्धः] બુદ્ધ,
[जिनः] જિન, [केवल ज्ञानस्वभावः] કેવળજ્ઞાન સ્વભાવમય છે [सः
आत्मा] તે આત્મા છે એમ [अनुदिनं] સદાય [मन्यध्वं] જાણો. ૨૬
નિર્મલ આત્માની ભાવના કરવાથી જ મોક્ષ થશેઃ —
जाम ण भावहि जीव तुहुं णिम्मल अप्प सहाउ ।
ताम ण लब्भइ सिव-गमणु जहिं भावइ तहि जाउ ।।२७।।
यावत् न भावयसि जीव त्वं निर्मलं आत्मस्वभावम् ।
तावत् न लभ्यते शिवगमनं यत्र भाव्यते तत्र यात ।।२७।।
જ્યાં લગી શુદ્ધસ્વરૂપનો, અનુભવ કરે ન જીવ;
ત્યાં લગી મોક્ષ ન પામતો, જ્યાં રુચે ત્યાં જાવ. ૨૭
અન્વયાર્થઃ — [यावत्] જ્યાં સુધી [त्वं] તું [निर्मलं
आत्मस्वभावं] નિર્મલ આત્મસ્વભાવની [न भावयसि] ભાવના નહીં કરે
[तावत्] ત્યાં સુધી [शिवगमनं न लभ्यते] મોક્ષની પ્રાપ્તિ નહિ થાય,
[जीव] હે જીવ! [यत्र भाव्यते तत्र यात] જ્યાં રુચે ત્યાં જાઓ. ૨૭.
જિન તે જ આત્મા છેઃ —
जो तइलोयहं झेउ जिणु सो अप्पा णिरु वुत्तु ।
णिच्छय-णइँ एमइ एहउ णाणि णिभंतु ।।२८।।
य त्रिलोकस्य ध्येयः जिनः स आत्मा निश्चयेन उक्त : ।
निश्चयनयेन एवं भणितः एतत् जानीहि निर्भ्रान्तम् ।।२८।।
ધ્યાનયોગ્ય ત્રિલોકના, જિન તે આતમ જાણ;
નિશ્ચયથી એમ જ કહ્યું, તેમાં ભ્રાન્તિ ન આણ. ૨૮
અન્વયાર્થઃ — [त्रिलोकस्य ध्येयः] ત્રણ લોકના ધ્યેય [यः
યોગસાર
[ ૧૫