जिनः] જે જિન ભગવાન છે [सः] તે [निश्चयेन] નિશ્ચયથી [आत्मा
उक्त :] આત્મા છે, [एवं] એ પ્રમાણે [निश्चयनयेन भणितः] શ્રી
જિનેશ્વરદેવે નિશ્ચયનયથી કહ્યું છે, [एतत् निर्भ्रान्तं जानीहि] એ વાતને
તું નિસ્સંશય જાણ. ૨૮.
આત્મજ્ઞાન વિના વ્રતાદિ મોક્ષનાં કારણ થતાં નથીઃ —
वय-तव-संजम-मुल-गुण मूढहं मोक्ख ण वुत्तु ।
जाव ण जाणइ इक्क पर सुद्धउ भाउ पवित्तु ।।२९।।
व्रततपः संयम मूलगुणाः मूढानां मोक्षः (इति) न उक्त : ।
यावत् न ज्ञायते एकः परः शुद्धः भावः पवित्रः ।।२९।।
જ્યાં લગી એક ન જાણીયો, પરમ પુનિત શુદ્ધ ભાવ;
મૂઢતણા વ્રત – તપ સહુ, શિવહેતુ ન કહાય. ૨૯
અન્વયાર્થઃ — [यावत्] જ્યાં સુધી [एकः परः शुद्धः पवित्रः
भावः] એક પરમ, શુદ્ધ, પવિત્ર, ભાવ [न ज्ञायते] જાણવામાં આવતો
નથી, ત્યાં સુધી [मूढानां] મૂઢ અજ્ઞાની જીવોને [व्रततपः संयममूलगुणाः
मोक्षः न उक्त :] વ્રત, તપ, સંયમ અને મૂલગુણોને મોક્ષનાં કારણ કહી
શકાતાં નથી.
આત્માને જાણવો તે મોક્ષનું કારણ છેઃ —
जइ णिम्मल अप्पा मुणइ वय-संजम-संजुत्तु ।
तो लहु पावइ सिद्धि-सुह इउ जिण-णाहहं उत्तु ।।३०।।
यदि निर्मलं आत्मानं मन्यते व्रत-संयम संयुक्त : ।
तर्हि लघु प्राप्नोति सिद्धिसुखं इति जिननाथस्य उक्त म् ।।३०।।
જે શુદ્ધાત્મ અનુભવે, વ્રત – સંયમસંયુક્ત;
જિનવર ભાખે જીવ તે, શીઘ્ર લહે શિવસુખ. ૩૦
૧૬ ]
યોગીન્દુદેવવિરચિતઃ