Yogsar Doha (Gujarati). PrakAskakeey nivedan.

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 68

 

background image
પ્રકાશકીય નિવેદન
આચાર્યવર શ્રી યોગીન્દુદેવ કૃત આ યોગસાર ગ્રંથ મહા
અધ્યાત્મશાસ્ત્ર છે, ‘શ્રી પરમશ્રુતપ્રભાવકમંડળ--શ્રીમદ્ રાજચંદ્ર જૈન
શાસ્ત્રમાળા’ દ્વારા પરમાત્મપ્રકાશ ગ્રંથની સાથે-સાથે આ ગ્રંથનું પ્રકાશન
મૂળગાથા સંસ્કૃત છાયા તથા તેના હિન્દી અનુવાદ સહિત કરવામાં આવ્યું
હતું. આ પ્રકાશનમાં મૂળ પ્રાકૃત ગાથા, તેની સંસ્કૃત છાયા, ગુજરાતી
પદ્યાનુવાદ (દોહા) તથા અન્વયાર્થ સહિત છાપવામાં આવેલ છે.
પરમોપકારી આત્મજ્ઞસંત પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીએ આ
ગ્રંથ પર અલૌકિક, સ્વાનુભવરસગર્ભિત, નિજાત્મકલ્યાણપ્રેરક પ્રવચનો
કરી મુમુક્ષુઓને આ અધ્યાત્મશાસ્ત્રના ભાવોનું રહસ્ય અત્યંત સરળ રીતે
સમજાવ્યું હતું. જેના પરિપાકરૂપે અધ્યાત્મરસિક મુમુક્ષુઓમાં આ મહાન
શાસ્ત્રનો અભ્યાસ કરવાની રુચિ જાગૃત થઈ. પૂજ્ય ગુરુદેવશ્રીનાં આ
શાસ્ત્ર પર થયેલાં પ્રવચનો ટેપ થયેલાં હોવાથી આજે પણ
CD દ્વારા
મુમુક્ષુઓ અત્યંત રસપૂર્વક આ પ્રવચનોના શ્રવણનો લાભ લઈ રહ્યા છે.
આ ગ્રંથના રચયિતા દિગંબરાચાર્ય હતા. જોઈન્દુ, યોગીન્દુ,
યોગેન્દુ, જોગીચંદ્રએવા વિવિધ નામોથી આપ પ્રસિદ્ધ હતા. આપની
રચનાઓ મુખ્યપણે આધ્યાત્મિક રસથી ભરપૂર અને અધ્યાત્મિક જીવન
જીવવાની પ્રેરણા આપનારી હતી. વિદ્વાનોનું માનવું છે કે આપ
પૂજ્યપાદસ્વામી પછીના ઇ.ની છઠ્ઠી શતાબ્દિ પછી અને સાતમી શતાબ્દિ
પૂર્વના મુનિરાજ હતા. આપની રચનાઓ (૧) પરમાત્મપ્રકાશ (૨) નૌકાર
શ્રાવકાચાર, (૩) યોગસાર, (૪) અધ્યાત્મ-રત્નસંદોહ (૫) સુભાષિતતંત્ર
(૬) તત્ત્વાર્થ ટીકા (૭) દોહાપાહુડ (૮) અમૃતાશીતી (૯) નિજાત્માષ્ટક
(૧૦) સ્વાનુભવદર્પણ છે.