આ આવૃત્તિના પ્રકાશનમાં અમને અત્યંત ઉપયોગી માર્ગદર્શન
આપવા માટે બ્ર. શ્રી ચંદુલાલ જોબાળિયા તથા વઢવાણનિવાસી બ્ર. શ્રી
વજુભાઈ શાહનો પણ અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. તદુપરાંત
આ કાર્યમાં મદદરૂપ થનારા સર્વે મુમુક્ષુઓનો પણ આભાર માનીએ
છીએ.
અંતમાં આ ગ્રંથનું સુંદર મુદ્રણ કાર્ય કરવા માટે અમો શ્રી કહાન
મુદ્રણાલયના આભારી છીએ.
મુમુક્ષુઓ આ શાસ્ત્રનો પૂજ્ય ગુરુદેવશ્રીએ કરેલા
રહસ્યોદ્ઘાટનને આત્મસાત કરી, ગ્રંથકારે બતાવેલ સંસારની પ્રત્યેક
વસ્તુથી ભિન્ન નિજ આત્માને અનુભવવારૂપ નિજ આત્મસાધનામાં પ્રવૃત્ત
થવા અર્થે આ શાસ્ત્રનો અભ્યાસ કરે એજ અભ્યર્થના.
માગસર વદ-૮,
વિ. સં. ૨૦૬૫
શ્રી કુંદકુંદાચાર્યદેવ પદવી દિન
તા. ૧૯-૧૨-૨૦૦૮
સાહિત્યપ્રકાશનસમિતિ
શ્રી દિગંબર જૈન સ્વાધયાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)
[ ૪ ]