Yogsar Doha (Gujarati). Gatha: 102-103.

< Previous Page   Next Page >


Page 54 of 58
PDF/HTML Page 64 of 68

 

background image
પરિહારવિશુદ્ધિચારિત્રઃ
मिच्छादिउ जो परिहरणु सम्मद्दंसण सुद्धि
सो परिहार-विसुद्धि मुणि लहु पावहि सिव-सिद्धि ।।१०२।।
मिथ्यादेः (?) यत् परिहरणं सम्यग्दर्शनविशुद्धिः
तां परिहारविशुद्धिं जानीहि लघु प्राप्नोषि शिवसिद्धिम् ।।१०२।।
મિથ્યાત્વાદિક પરિહરણ, સમ્યગ્દર્શનશુદ્ધિ;
તે પરિહારવિશુદ્ધિ છે, શીઘ્ર લહો શિવસિદ્ધિ. ૧૦૨.
અન્વયાર્થ[यत् मिथ्यादेः परिहरणं] જે મિથ્યાત્વાદિના
ત્યાગરૂપ [सम्यग्दर्शन शुद्धिः] સમ્યગ્દર્શનની વિશુદ્ધિ છે [तां] તેને
[परिहारविशुद्धिं जानीहि] પરિહારવિશુદ્ધિ ચારિત્ર જાણો, કે જેથી તું [लघु]
શીઘ્ર જ [शिवसिद्धिं प्राप्नोषि] શિવસિદ્ધિને પ્રાપ્ત કરીશ. ૧૦૨.
યથાખ્યાતચારિત્રઃ
सुहुमहं लोहहं जो विलउ जो सुहुमु वि परिणामु
सो सुहुमु वि चारित्त मुणि सो सासय-सुह-धामु ।।१०३।।
सूक्ष्मस्य लोभस्य यः विलयः यः सूक्ष्मः अपि परिणामः
तत् सूक्ष्मं अपि चारित्रं जानीहि तत् शाश्वतसुखधाम ।।१०३।।
સૂક્ષ્મ લોભના નાશથી, જે સુક્ષ્મ પરિણામ;
જાણો સૂક્ષ્મ-ચરિત્ર તે, જે શાશ્વત સુખધામ. ૧૦૩.
અન્વયાર્થ[सूक्ष्मस्य लोभस्य] સૂક્ષ્મ લોભનો [यः विलयः]
જે નાશ થવો, (અર્થાત્) [यः सूक्ष्मः अपि परिणामः] જે સૂક્ષ્મ
(વીતરાગ) પરિણામ થવો [तत्] તેને [सूक्ष्मं अपि चारित्रं] સૂક્ષ્મ
(યથાખ્યાત) ચારિત્ર [जानीहि] જાણો. [तत् शाश्वतसुखधाम] તે શાશ્વત
સુખનું ધામ છે. ૧૦૩.
૫૪ ]
યોગીન્દુદેવવિરચિતઃ