રાગ-દ્વેષનો ત્યાગ કરવો તે સામાયિક છેઃ —
राय रोस बे परिहरिवि जो समभाउ मुणेइ ।
सो सामाइउ जाणि फु डु केवलि एम भणेइ ।।१००।।
राग-रोषौ द्वौ परिहृत्य यः समभावः मन्यते ।
तत् सामायिकं जानीहि स्फु टं जिनवरः एवं भणति ।।१००।।
રાગ-દ્વેષ બે ત્યાગીને, ધારે સમતાભાવ;
તે સામાયિક જાણવું; ભાખે જિનવરરાવ. ૧૦૦.
અન્વયાર્થઃ — [रागरोषौ द्वौ] રાગદ્વેષ એ બન્ને [परिहृत्य]
છોડીને [यः समभावः मन्यते] જે સમભાવ થાય છે [तत्] તેને [स्फु टं
सामायिकं जानीहि] નિશ્ચયથી સામાયિક જાણો, [एवं] એમ [जिनवरः
भणति] જિનવરદેવ કહે છે. ૧૦૦.
છેદોપસ્થાપના ચારિત્રઃ —
हिंसादिउ-परिहारु करि जो अप्पा हु ठवेइ ।
सो बियऊ चारित्तु मुणि जो पंचम-गइ णेइ ।।१०१।।
हिंसादिकपरिहारं कृत्वा यः आत्मानं खलु स्थापयति ।
तद् द्वितीयं चारित्रं मन्यस्व यत् पंचमगतिं नयति ।।१०१।।
હિંસાદિકના ત્યાગથી, આત્મસ્થિતિકર જેહ;
તે બીજું ચારિત્ર છે, પંચમગતિ કર તેહ. ૧૦૧.
અન્વયાર્થઃ — [हिंसादिकपरिहारं कृत्वा] હિંસાદિકનો ત્યાગ
કરીને [यः] જે [खलु] નિશ્ચયથી [आत्मानं स्थापयति] આત્માને સ્થિર કરે
છે, [तद्] તેને [द्वितीयं चारित्रं मन्यस्व] બીજું (છેદોપસ્થાપના) ચારિત્ર
જાણો [यत्] કે જે [पञ्चमगतिं नयति] મોક્ષગતિમાં લઈ જાય છે. ૧૦૧.
યોગસાર
[ ૫૩