આત્મધ્યાન પરમાત્માનું કારણ છેઃ —
जो पिंडत्थु पयत्थु बुह रूवत्थु वि जिण – उत्तु ।
रूवातीतु मुणेहि लह जिम परु होहि पवित्तु ।।९८।।
यत् पिण्डस्थं पदस्थं बुध रूपस्थं अपि जिनोक्तं ।
रुपातीतं मन्यस्व लघु यथा परः भवसि पवित्रः ।।९८।।
જે પિંડસ્થ, પદસ્થ ને રૂપસ્થ, રૂપાતીત;
જાણી ધ્યાન જિનોક્ત એ, શીઘ્ર બનો સુપવિત્ર. ૯૮.
અન્વયાર્થઃ — [बुध] હે જ્ઞાની! [जिनोक्तं ] જિન ભગવાને કહેલ
[यत् पिण्डस्थं पदस्थं रूपस्थं अपि रूपातीतं] જે પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને
રૂપાતીત એ ચાર પ્રકારના ધ્યાન છે તેને [मन्यस्व] તું જાણ; [यथा] કે જેથી
તું [लघु] શીઘ્ર જ [पवित्रः परः] પવિત્ર પરમાત્મા [भवसि] થઈશ. ૯૮.
સમતાભાવે સર્વ જીવને જ્ઞાનમય જાણવા તે સામાયિક છેઃ —
सव्वे जीवा णाणमया जो सम-भाव मुणेइ ।
सो सामाइउ जाणि फु डु जिणवर एम भणेइ ।।९९।।
सर्वे जीवाः ज्ञानमयाः (इति) यः समभावः मन्यते ।
तत् सामायिकं जानीहि स्फु टं जिनवरः एवं भणति ।।९९।।
સર્વ જીવ છે જ્ઞાનમય, એવો જે સમભાવ;
તે સામાયિક જાણવું, ભાખે જિનવરરાવ. ૯૯.
અન્વયાર્થઃ — [सर्वे जीवाः ज्ञानमयाः] સર્વ જીવો જ્ઞાનમય છે
એવો [यः] જે [समभावः मन्यते] સમભાવ છે, [तत्] તેને [स्फु टं]
નિશ્ચયથી [सामायिकं] સામાયિક [जानीहि] જાણો, [एवं] એમ [जिनवरः
भणति] જિનવરદેવ કહે છે. ૯૯.
૫૨ ]
યોગીન્દુદેવવિરચિતઃ