Yogsar Doha (Gujarati). Gatha: 96-97.

< Previous Page   Next Page >


Page 51 of 58
PDF/HTML Page 61 of 68

 

background image
આત્મજ્ઞાન વિનાનું શાસ્ત્રજ્ઞાન વ્યર્થ છેઃ
जो णवि जाणइ अप्पु परु णवि परभाउ चएइ
सो जाणउ सत्थइं सयलं ण हु सिवसुक्खु लहेइ ।।९६।।
यः नैव जानाति आत्मानं परं नैव परभावं त्यजति
स जानातु शास्त्राणि सकलानि न खलु शिवसौख्यं लभते ।।९६।।
નિજ પરરૂપથી અજ્ઞ જન, જે ન તજે પરભાવ;
જાણે કદી સૌ શાસ્ત્ર પણ, થાય ન શિવપુર રાવ. ૯૬.
અન્વયાર્થ[यः] જે [परं आत्मानं] પરમાત્માને [न एव
जानाति] જાણતો નથી અને [परभावं] પરભાવને [न त्यजति] છોડતો
નથી, [सः] તે [सकलानि शास्त्राणि] ભલે સર્વશાસ્ત્રો [जानातु] જાણે પણ
તે [खलु] નિશ્ચયથી [शिवसौख्यं न लभते] શિવસુખને પામતો નથી. ૯૬.
પરમસમાધિ શિવસુખનું કારણ છેઃ
वज्जिय सयल वियप्पइं परम-समाहि लहंति
जं विंदहिं साणंदु क वि सो सिव-सुक्ख भणंति ।।९७।।
वर्जितं सकलविकल्पेन परमसमाधिं लभन्ते
यद् विन्दन्ति सानंदं किं अपि तत् शिवसौख्यं भणन्ति ।।९७।।
તજી કલ્પનાજાળ સૌ, પરમસમાધિલીન;
વેદે જે આનંદને, શિવસુખ કહેતા જિન. ૯૭.
અન્વયાર્થ[सकलविकल्पेन वर्जितं] સમસ્ત વિકલ્પોથી
રહિત [परमसमाधिं लभन्ते] પરમસમાધિ પામે છે [यद् सानंदं विदन्ति]
અને જે આનંદ સહિત વેદે છે, [तत्] તેને [किं अपि शिवसौख्यं भणन्ति]
કંઈક શિવસુખ કહે છે. ૯૭.
યોગસાર
[ ૫૧