Yogsar Doha (Gujarati). Gatha: 94-95.

< Previous Page   Next Page >


Page 50 of 58
PDF/HTML Page 60 of 68

 

background image
આત્માને જાણે છે, [सः अपि] તે પણ [स्फु टं] નિશ્ચયથી [कर्मक्षयं कृत्वा]
કર્મનો ક્ષય કરી [लघु] શીઘ્ર જ [निर्वाणं लभते] નિર્વાણને પામે છે.
આત્માને અનંતગુણમય ધ્યાવોઃ
पुरिसायार-पमाणु जिय अप्पा एहु पवित्तुं
जोइज्जइ गुण-गण णिलउ णिम्मल तेयफु रंनु ।।९४।।
पुरुषाकारप्रमाणः जीव आत्मा एष पवित्रः
द्रश्यते गुणगणनिलयः निर्मलतेजः स्फु रन् ।।९४।।
પુરુષાકાર પવિત્ર અતિ, દેખો આતમરામ;
નિર્મળ તેજોમય અને અનંત ગુણગણધામ. ૯૪
અન્વયાર્થ[जीव] હે જીવ! [एषः आत्मा] આ આત્મા
[पुरुषाकारप्रमाणः] પુરુષાકારપ્રમાણ, [पवित्रः] પવિત્ર, [गुणगणनिलयः]
ગુણોના ભંડારરૂપ અને [निर्मलतेजः स्फु रन्] નિર્મલ તેજથી સ્ફુરાયમાન
[द्रश्यते] દેખાય છે. ૯૪.
ભેદવિજ્ઞાની સર્વશાસ્ત્રોનો જ્ઞાતા છે.
जो अप्पा सुद्धु वि मुणइ असुइ-सरीर-विभिन्नु
सो जाणइं सत्थइं सयल सासय-सुखहं लीणु ।।९५।।
यः आत्मानं शुद्धं अपि मन्यते अशुचिशरीरविभिन्नम्
स जानाति शास्त्राणि सकलानि शाश्वतसौख्ये (?) लीनः ।।९५।।
જે જાણે શુદ્ધાત્મને, અશુચિ દેહથી ભિન્ન;
તે જ્ઞાતા સૌ શાસ્ત્રનો, શાશ્વત સુખમાં લીન. ૯૫.
અન્વયાર્થ[यः] જે [शुद्धं आत्मानं] શુદ્ધ આત્માને
[अशुचिशरीरविभिन्नं अपि] અશુચિ શરીરથી ભિન્ન જ [मन्यते] જાણે છે,
[सः] તે [सकलानि शास्त्राणि] સકલ શાસ્ત્રોને [जानाति] જાણે છે અને
તે [शाश्वत सौख्यं लीनः] શાશ્વત સુખમાં લીન થાય છે. ૯૫.
૫૦ ]
યોગીન્દુદેવવિરચિતઃ