Atmadharma magazine - Ank 001
(Year 1 - Vir Nirvana Samvat 2470, A.D. 1944).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 13

background image
: માગશર : ૨૦૦૦ આત્મધર્મ : ૭:
* સભામાં અધ્યાત્મોપદેશ *
કોઈ જીવ કહે છે કે, દ્રવ્યાનુયોગ (શુદ્ધાત્માનો અધિકાર હોય એવાં શાસ્ત્રો) માં વ્રત, સંયમાદિ વ્યવહારધર્મનું
હીનપણું પ્રગટ કર્યું છે. સમ્યગ્દ્રષ્ટિના વિષય ભોગાદિને નિર્જરાનાં કારણ કહ્યાં છે. ઈત્યાદિ કથન સાંભળી જીવ સ્વચ્છંદી
બની પુણ્ય છોડી પાપમાં પ્રવર્તશે તેથી તેને વાંચવા–સાંભળવા યોગ્ય નથી. તેને કહીએ છીએ કે:–
જેમ સાકર ખાતાં ગધેડું મરી જાય તેથી કાંઈ મનુષ્ય તો સાકર ખાવી ન છોડે. તેમ કોઈ વિપરીત બુદ્ધિ જીવ
અધ્યાત્મ ગં્રથો સાંભળી સ્વચ્છંદી થાય તેથી કાંઈ વિવેકી જીવ તો અધ્યાત્મ ગ્રંથોનો અભ્યાસ ન છોડે. હા! એટલું કરે કે
જેને સ્વચ્છંદી થવાનો ઠેકાણે ઠેકાણે નિષેધ કરવામાં આવે છે, તેથી જે તેને બરાબર સાંભળે છે તે તો સ્વચ્છંદી થતો નથી.
છતાં કોઈ એકાદ વાત સાંભળી પોતાના અભિપ્રાયથી સ્વચ્છંદી થાય તો ત્યાં ગ્રંથનો દોષ નથી પણ તે જીવનો દોષ છે. વળી
જો જૂઠી, દોષી કલ્પના વડે અધ્યાત્મશાસ્ત્રોના વાચન–શ્રવણનો નિષેધ કરવામાં આવે તો મોક્ષ માર્ગનો મૂળ ઉપદેશ તો ત્યાં
જ છે. એટલે તેનો નિષેધ કરતાં મોક્ષ માર્ગનો નિષેધ થાય છે. જેમ મેઘવૃષ્ટિ થતાં ઘણાં જીવોનું કલ્યાણ થાય છે, છતાં
કોઈને ઉલટું નુકસાન થાય તો તેની મુખ્યતા કરી મેઘનો નિષેધ ન કરવો, તેમ સભામાં અધ્યાત્મ ઉપદેશ થતાં ઘણાં જીવોને
મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે. છતાં કોઈ ઊલટો પાપમાં પ્રવર્તે તો તેની મુખ્યતા કરી અધ્યાત્મ શાસ્ત્રોનો તો નિષેધ ન કરવો.
બીજું અધ્યાત્મ ગ્રંથોથી કોઈ સ્વચ્છંદી થાય તે તો પહેલાંં મિથ્યાદ્રષ્ટિ હતો, અને આજે પણ મિથ્યાદ્રષ્ટિ જ રહ્યો.
હા! એટલું જ નુકસાન થાય કે તેને સુગતિ ન થતાં કુગતિ થાય વળી અધ્યાત્મોપદેશ ન થતાં ઘણાં જીવોને મોક્ષમાર્ગની
પ્રાપ્તિનો અભાવ થાય છે. એટલે તેથી તો ઘણાં જીવોનું બૂરું થાય છે માટે અધ્યાત્મ ઉપદેશનો નિષેધ કરવો યોગ્ય નથી.
નીચલી દશાવાળાને કયો ઉપદેશ યોગ્ય?
શંકા:–દ્રવ્યાનુયોગરૂપ અધ્યાત્મ ઉપદેશ છે તે ઉત્કૃષ્ટ છે, અને તે ઉચ્ચ દશાને પ્રાપ્ત હોય તેને જ કાર્યકારી છે.
પણ નીચલી દશા વાળાઓને તો વ્રત સંયમાદિનો જ ઉપદેશ આપવો યોગ્ય છે.
સમ્યગ્દર્શના નિવાસના છ પદ.
૧. ‘આત્મા’ છે.
૨. ‘આત્મા’ વસ્તુ તરીકે નિત્ય છે. પણ ત્રિકાળ ટકી અવસ્થા દ્રષ્ટિએ સમયે સમયે પોતે પોતાની અવસ્થા બદલે છે.
૩. આત્મા નિજ કર્મ શુદ્ધા–શુધ્ધ ભાવનો કર્તા છે. ૪. આત્મા પોતાના શુધ્ધા–શુધ્ધ ભાવનો ભોક્તા છે.
૫. આત્માની સંપૂર્ણ શુધ્ધ અવસ્થા [મોક્ષ] પોતે પ્રગટ કરી શકે છે.
૬. અજ્ઞાન [મિથ્યાત્વ] અને રાગદ્વેષની નિવૃત્તિ એ મોક્ષનો ઉપાય છે.
આ છ મહા પ્રવચનોનું નિરંતર સંશોધન કરજો. શ્રીમદ્ રાજચંદ્ર
સમાધાન:–જિન મતમાં તો એવી પરિપાટી છે કે પહેલાંં સમ્યક્ત્વ હોય પછી વ્રત હોય. હવે સમ્યક્ત્વ તો
સ્વપરનું શ્રધ્ધાન થતાં થાય છે. તથા તે શ્રદ્ધાન દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરતાં થાય છે; માટે પહેલાં દ્રવ્યાનુયોગ
અનુસાર શ્રદ્ધાન કરી સમ્યગ્દ્રષ્ટિ થાય અને ત્યાર પછી ચરણાનુયોગ અનુસાર વ્રતાદિ ધારણ કરી વ્રતી થાય. એ પ્રમાણે
મુખ્યપણે તો નીચલી દશામાં જ દ્રવ્યાનુયોગ કાર્યકારી છે. તથા ગૌણપણે જેને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થતી ન જણાય તેને
પહેલાંં કોઈ વ્રતાદિનો ઉપદેશ આપવામાં આવે છે. માટે ઉચ્ચ દશાવાળાને અધ્યાત્મ ઉપદેશ અભ્યાસ કરવા યોગ્ય છે
એમ જાણી નીચલી દશાવાળાઓએ ત્યાંથી પરાઙમુખ થવું યોગ્ય નથી.
નીચલી દશાવાળાને તે સ્વરૂપ ભાસે કે કેમ?
શંકા:–ઊંચા ઉપદેશનું સ્વરૂપ તો નીચલી દશાવાળાને ભાસે નહિ.
સમાધાન:–અન્ય તો અનેક પ્રકારમાં ચતુરાઈ જાણે છે, અને અહીં મૂર્ખતા પ્રગટ કરે છે તે યોગ્ય નથી. અભ્યાસ
કરતાં સ્વરૂપ બરાબર ભાસે છે. તથા પોતાની બુધ્ધિ અનુસાર થોડું ઘણું ભાસે છે, પરંતુ સર્વથા નિરુદ્યમી થવાને પોષણ
કરીએ તો જિનમાર્ગના દ્વેષી થવા જેવું છે.
આ નિકૃષ્ટ કાળે તે ઉપદેશની મુખ્યતા યોગ્ય છે?
શંકા:–આ કાળ નિષ્કૃષ્ટ (અધમ) છે માટે ઉત્કૃષ્ટ અધ્યાત્મના ઉપદેશની મુખ્યતા કરવી યોગ્ય નથી.
સમાધાન:–આ કાળ સાક્ષાત્ મોક્ષ થવાની અપેક્ષાએ નિકૃષ્ટ છે, પણ આત્માનુભવ આદિ વડે સમ્યક્ત્વાદિ હોવાની
આ કાળમાં મના નથી, માટે આત્માનુભવાદિ અર્થે દ્રવ્યાનુયોગનો અભ્યાસ અવશ્ય કરવો. મોક્ષ પાહુડમાં પણ કહ્યું છે કે:–
अज्जवि तिरयणसुध्धा अप्पा झाएवि लहइइंदत्तं।
लोयंतिय देवतं तत्थ चुआणिव्वुदि जंति।।
અર્થ:–આ પંચમકાળમાં પણ જે જીવ સમ્યક્દર્શન જ્ઞાન, ચારિત્રની શુધ્ધિએ સંયુક્ત હોય તે આત્માને ધ્યાવી
ઈન્દ્રપદ તથા લોકાન્તિક દેવપદ પામે છે. વળી ત્યાંથી આવી નિર્વાણ પામે છે.
માટે આ કાળમાં પણ દ્રવ્યાનુયોગનો ઉપદેશ મુખ્ય જરૂરી છે. मोक्षमार्ग प्रकाशक