: ૮: આત્મધર્મ ૨૦૦૦ : માગશર :
મોક્ષની ક્રિયા
પ્રકરણ ૧ લ
ज्ञान क्रियाभ्याम् मोक्षः ભાગ–૧
૧:–પ્રકરણને મથાળું આપેલું સૂત્ર બહુ નાનું છે, પણ તેનો અર્થ સામાન્ય માણસો કે જેઓ પોતે ધર્મી હોવાનું
માને છે, તેઓ મોટે ભાગે સમજતા નથી, તેથી અહીં લખવામાં આવે છે.
૨:–ક્રિયા શબ્દના અર્થ નીચે પ્રમાણે છે.
[૧] આત્મા કે પુદગલનું એક આકાશ પ્રદેશથી બીજા આકાશ પ્રદેશમાં ગમન તે ક્રિયા; આ વ્યાખ્યા
રાજવાર્તિકમાં નીચે પ્રમાણે આપી છે:–
उमय निमित्तापेक्षः पर्याय विशेषो द्रव्यस्य देशांतर प्राप्ति हेतुंः क्रियाः।। १।।
અર્થ:–ઉભયનિમિત્ત એટલે અભ્યંતર અને બાહ્ય કારણો દ્વારા જે દ્રવ્યને એક દેશથી બીજા દેશની પ્રાપ્તિ થાય છે.
એવી વિશેષ પર્યાય [અવસ્થા] નું નામ ક્રિયા છે. (જુઓ રાજવાર્તિક અધ્યાય પ સૂત્ર ૭ નીચે પહેલી કારિકા પાનું
૮૪] [આ ક્રિયાને મોક્ષ સાથે સંબંધ નથી.]
[૨] ક્રિયાનો બીજો અર્થ પરિણતિ છે; શ્રી સમયસારમાં કલશ ૫૧ માં ક્રિયાનો અર્થ નીચે પ્રમાણે આપ્યો છે.
यः परिणमति सकर्ता यः परिणाभो भवे तु तत्कर्म।
या परिणतिः कियासा त्रयमपि भिन्न न वस्तुतया।। ५१।।
અર્થ:–જે પરિણમે છે તે કર્તા છે. [પરિણમનારનું] જે પરિણામ છે તે કર્મ છે, અને જે પરિણતિ છે તે ક્રિયા છે;
એ ત્રણેય વસ્તુપણે ભિન્ન નથી. ૫૧. (જુઓ ગુજરાતી સમયસાર પાનું. ૧૨૬.)
[૩] આત્માના તથાવિધ પરિણામ તે જીવની ક્રિયા; કેમકે સર્વ દ્રવ્યોનાં પરિણામ લક્ષણ તે ક્રિયા છે; આત્માના
પરિણામ તે આત્માની ક્રિયા હોવાથી જીવમયી ક્રિયા તે કહેવાય છે; જે દ્રવ્યની જે પરિણામરૂપ ક્રિયા છે તેનાથી તે દ્રવ્ય તન્મય છે:
એ કારણે જીવ પણ તન્મય હોવાથી તે જીવમયી ક્રિયા તે જીવની (આત્માની) ક્રિયા છે. [જુઓ શ્રી પ્રવચનસાર પાનું–૧૭૧–
૧૭૨ સંસ્કૃત તથા હિંદી ટીકા.] આત્મા અને જીવ એ એક જ અર્થમાં વપરાય છે. તેથી તે પર્યાયવાચક શબ્દો છે.
શ્રીમદ્ રાજચંદ્રજી પણ તેમ જ નીચેના શબ્દોમાં કહે છે:– ‘સર્વ પદાર્થ અર્થ ક્રિયાસંપન્ન છે, કંઈને કંઈ પરિણામ ક્રિયા
સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે; આત્મા પણ ક્રિયાસંપન્ન છે.’ (જુઓ શ્રી સર્વસામાન્ય પ્રતિક્રમણ આવશ્યક પાનું–૯.)
૩:–ક્રિયા શબ્દના અર્થ ઉપર કહ્યા તે ઉપરથી નીચે મુજબ સિધ્ધાંતો મુકરર થાય છે.
(૧) દરેક દ્રવ્યનું પરિણામ તે ક્રિયા હોવાથી અને દ્રવ્યો છ પ્રકારના હોવાથી નીચેની છ ક્રિયા થઈ.
अ. જીવની ક્રિયા, તે ચૈતન્ય ક્રિયા [શુદ્ધ; શુભ, અશુભ]
ब. પુદ્ગલની ક્રિયા એટલે એક પુદ્ગલથી માંડીને અનંતાનંત પુદ્ગલોની થતી ક્રિયા, તે પૌદ્ગલિક ક્રિયા, શરીર
પુદ્ગલ હોવાથી તેની ક્રિયા તે જડ ક્રિયા છે.
क. ધર્માસ્તિકાયનું પરિણમન તે ધર્માસ્તિકાયની ક્રિયા. ड. અધર્માસ્તિકાયનું પરિણમન તે અધર્માસ્તિકાયની ક્રિયા.
इ. આકાશનું પરિણમન તે આકાશની ક્રિયા. फ. કાળદ્રવ્યનું પરિણમન તે કાળની ક્રિયા.
[આ બધી ક્રિયાઓ મોક્ષની ક્રિયા નથી.]
(૨) જીવ અને પુદ્ગલનું આકાશના એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં ગમન તે ગમન ક્રિયા.
૪:–મોક્ષ જીવનો થાય છે, તેથી જીવની ક્રિયા વડે મોક્ષ થાય; જીવની ક્રિયા શુધ્ધ અગર અશુદ્ધ એમ બે પ્રકારે છે,
તેમાંથી જીવની શુધ્ધ ક્રિયા વડે મોક્ષ થાય, અને અશુધ્ધ ક્રિયા વડે સંસાર થાય; માટે અહીં જીવની શુદ્ધ ક્રિયા એવો અર્થ લેવો.
૫:–જ્ઞાનનો અર્થ ‘સમ્યગ્જ્ઞાન’ થાય છે, અને ક્રિયાનો અર્થ ‘શુદ્ધાત્મ અનુભવ ક્રિયા’ થાય છે; એ બાબતમાં
નીચે મુજબ સમયસાર નાટકમાં કહ્યું છે.
[દોહા]
શુધ્ધાત્મ અનુભૌ ક્રિયા, શુદ્ધ ગ્યાન દિગ દૌર મુક્તિ–પંથ સાધન યહૈ વાગ્જાલ સબ ઔર. ।। ૧૨૬।।
(સર્વ વિશુદ્ધિ દ્વાર)
સમ્યક્દર્શન, શુધ્ધ જ્ઞાન અને શુધ્ધાત્મ અનુભવ ક્રિયા એ મોક્ષનો માર્ગ અને સાધન છે. બીજું બધું વાગ્જાળ છે. ૧૨૬.
આ ઉપરથી સાબિત થયું કે ‘ક્રિયા’ નો અર્થ આ જગાએ જ્ઞાનમાં સ્થિરતા એટલે કે શુદ્ધાત્મ અનુભવ ક્રિયા છે; શુભ–અશુભ
ભાવ ક્રિયા કે શરીરની ક્રિયા નહિ. ઉત્તરાધ્યનસૂત્રના મોક્ષમાર્ગ અધ્યાયની ગાથા ૨૫ માં પણ તેમ જ કહ્યું છે, તે નીચે પ્રમાણે છે.
दंसण नाण चरिते, तव विणह सच्च सहिई गुत्तीसु।
जो किरिआ भाव रुइ, सो खलु किरिया रुइ नाम।। २५।।
(નોટ:– ‘सच्च’ શબ્દ ‘સત્’ ‘ચ’ નો બનેલો છે. સત્નો અર્થ ભૂતાર્થ, પરમાર્થ, યથાર્થ, સત્ય, સમ્યક્,